બિહારમાં નીતિશ-તેજસ્વીના પક્ષોએ વિશ્વાસમત જીત્યો, ભાજપે બહિષ્કાર કર્યો
- બિહારમાં નીતિશ કુમારની સરકારને 160 મત મળ્યા- વાજપેયી બીમાર પડયા પછી અડવાણીને ભાજપે મહત્વ ન આપ્યું, મોટા નેતાઓને તરછોડાયા તેથી એનડીએ છોડયું : નીતિશપટણા : બિહારમાં એનડીએ સાથે છેડો ફાડીને નીતિશ કુમારના પક્ષ જદ(યુ)એ લાલુ યાદવના પક્ષ આરજેડી અને કોંગ્રેસ સાથે મળીને ફરી સરકાર બનાવી લીધી છે. આ નવી સરકારનો બુધવારે વિધાનસભામાં વિશ્વાસમત હતો. બિહારની નીતિશ કુમારની નવી સરકારે વિશ્વાસમત જીતી લીધા છે. બિહારની ૨૪૩ બેઠકો ધરાવતી વિધાનસભામાં નીતિશ કુમારના સમર્થનમાં ૧૬૦ મત પડયા હતા.વિશ્વાસમત પહેલા તેજસ્વી યાદવ અને નીતિશ કુમારે ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જેને પગલે ભાજપે વિધાનસભામાં વિશ્વાસમતનો બહિષ્કાર કર્યો હતો અને ભાજપના બધા જ ધારાસભ્યો વિધાનસભાની બહાર જતા રહ્યા હતા. ભાજપે આરોપ લગાવ્યો હતો કે ધ્નતિ મતથી બહુમત મળી ગઇ હોવા છતા વોટિંગ કેમ કરાવવામાં આવી રહ્યો છે. આ આરોપો સાથે ભાજપે બાદમાં બહિષ્કાર કરી દીધો હતો. નીતિશ કુમારે પોતાના સંબોધનની શરૂઆતમાં જ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. નીતિશ કુમારે કહ્યું હતું કે ભાજપનો સાથ છોડયા પછી દેશભરના પક્ષોએ મને ફોન કરીને શુભેચ્છા પાઠવી હતી. હવે મળીને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી જીતવાનો પ્રયાસ કરવામા આવશે. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા નીતિશ કુમારે કહ્યું હતું કે દિલ્હીથી કોઇ જ કામ નથી થઈ રહ્યું, બસ માત્ર પ્રચાર જ કરવામાં આવી રહ્યો છે. લોકોની આવક ઘટી રહી છે. ભાજપે જદ(યુ)ને ખતમ કરવાનું કાવતરુ ઘડયું હતંુ અને બધા જ નેતાઓને સાઇડલાઇન કરી દીધા હતા. અટલ બિહારી વાજપેયી જ્યારે બિમાર પડી ગયા હતા ત્યારે લાલ કૃષ્ણ અડવાણીને ભાજપે આગળ કરવાની જરુર હતી અને તેમને વધુ સત્તા આપવાની જરુર હતી. જોકે એવુ ન થયું અને અડવાણી તરફ ભાજપે કોઇ જ ધ્યાન ન આપ્યું. અને તેને કારણે જ મે એનડીએ છોડવાનો નિર્ણય લીધો હતો. નીતિશ કુમાર પહેલા તેજસ્વી યાદવે પણ ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.