બિહારની રાજનીતિ પર મીમ્સનું ઘોડાપૂર, નીતીશ-લાલુ પર લોકો કરી રહ્યા છે મજાક
- નીતિશ કુમાર આજે બપોરે 2:00 વાગ્યે આઠમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છેપટના, તા. 10 ઓગષ્ટ 2022, બુધવારનીતીશ કુમારે (Nitish Kumar) ભાજપ સાથેની તેમની પાર્ટીનું ગઠબંધન ખતમ કરીને બિહારમાં નવી સરકાર બનાવવા માટે મિત્રમાંથી દુશ્મન બનેલા લાલુ યાદવની પાર્ટીમાં ફરી જોડાવા સાથે સોશિયલ મીડિયા પણ મીમ્સનું પૂર આવ્યું છે. એક મીમ જે હવે ફરીથી સામે આવી છે અને વ્યાપકરીતે શેર કરવામાં આવી રહી છે. જે બિહારના રાજકારણની અણધારીતા તરફ નિર્દેશ કરે છે.અલબેલા (1951)નું ગીત 'કિસ્મત કી હવા' બેકગ્રાઉન્ડમાં વગાડવાની સાથે મીમમાં બિહારના બે ટોચના નેતાઓના ચહેરા દર્શાવવામાં આવ્યા છે. જેમાં ગીતની સાથે લિપ-સિંક કરવા માટે એનિમેટેડ છે. સી રામચંદ્ર દ્વારા ગાયેલા ગીતના શબ્દોનો અનુવાદ થાય છે: કિસ્મત કી હવા કભી નરમ ઓર ગરમ હોતી હૈ.pic.twitter.com/G0otoEamEy— GAYA MEME (@gaya_meme) December 5, 2020 વર્તમાન પરિસ્થિતિમાં ગીત રાજકીય નસીબ પર વ્યંગ ઉમેરે છે કારણ કે જનતા દળ (યુનાઈટેડ)એ પુનરાગમન કરવા માટે તેની ભાગીદારને બદલ્યું છે.આ દરમિયાન એક યુઝર્સેએ ધ્યાન દોર્યું હતું કે, નીતિશ કુમાર માટે 'હવા' હંમેશા અનુકૂળ રહી છે અને જેમના રાજકીય દાવપેચથી તેમને અત્યાર સુધી ટોચનું પદ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. બીજા યુઝરે લખ્યું હતું કે, પરંતુ નીતીશ કુમાર માટે નસીબની હવા હંમેશા ગરમ રહે છે!નીતિશ કુમાર આજે બપોરે 2:00 વાગ્યે આઠમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. લાલુ યાદવના પુત્ર અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી પ્રસાદ યાદવ તેમના નાયબ પદના શપથ લેશે. નીતીશ કુમારે ગઈ કાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું કારણ કે તેમણે ભાજપ સાથેનું ગઠબંધન સમાપ્ત કર્યું હતું.વિભાજન બાદ ભાજપે નીતિશ પર ગઠબંધન ભાગીદારોને મધ્ય-ગાળામાં બદલીને લોકોના આદેશ સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ મૂક્યો છે. આ સાથે જ બિહાર સરકારમાં નંબર 2 પર રહેલા તેજસ્વી યાદવે ભાજપ પર તેમના સાથી પક્ષોને દગો આપવા અને અન્યોને ડરાવવાનો આરોપ લગાવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.