નીતીશ કુમાર અને ભાજપ: સંબંધોનો ઉતાર-ચઢાવ
- નીતીશ કુમાર અને બીજેપી વચ્ચે આ સબંધ 1996માં શરૂ થયો હતોપટના, તા. 10 ઓગષ્ટ 2022, બુધવારબિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મંગળવારે બપોરે બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળીને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધુ છે. આની સાથે જ તેમણે તેજસ્વી યાદવ સાથે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને 164 ધારાસભ્યોના સમર્થનથી નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.રાજીનામું આપ્યા બાદ તેમણે જણાવ્યું કે, લોકસભા અને રાજ્યસભાના સાંસદ અને બધા ધારાસભ્યો સાથે બેઠક યોજવામાં આવી હતી. બધાની ઈચ્છા એજ હતી કે, અમારે NDA સાથે ગઠબંધન તોડી દેવું જોઈએ. અમે તેનો સ્વીકાર કરી લીધો છે અને ત્યારબાદ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું સોંપી દીધું છે. બીજી તરફ તેજસ્વી યાદવે કહ્યું કે, આજે ભાજપ છોડીને બિહાર વિધાનસભાના બધા પક્ષો અને સદસ્યોએ નીતીશ કુમારને પોતાના નેતા માની લીધા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, નીતીશ કુમારે પોતાના આ રાજકીય દાવથી બીજેપીને મોટો આંચકો આપ્યો છે. કારણ કે, 2024ની ચૂંટણી પહેલા બિહાર જેવા રાજ્યની સત્તા હાથમાંથી જવી એ બીજેપી માટે રીરાજકીય રૂપે નુકશાનકારક સાબિત થઈ શકે છે. પરંતુ આ પ્રથમ વખત નથી જ્યારે નીતીશ કુમારે આ અંદાજમાં પોતાના રાજકીય સહયોગિયો અને વિરોધીઓને આંચકો આપ્યો હોય.નીતીશ કુમારનું બીજેપી સાથે લવ-હેટનું રિલેશનઅત્યાર સુધી 7 વખત બિહારના મુખ્ય મંત્રી બનનારા નીતીશ કુમાર બિહારની રાજનીતિના એક એવા નેતા છે જેમણે બીજેપીની અલગ-અલગ પેઢીઓ સાથે પોતાનો રાજકીય સફર પસાર કર્યો છે.નીતીશ કુમારે અટલ બિહારી બાજપેયીથી લઈને લાલ કૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદી તથા અમિતશાહના કાર્યકાળ વાળી બીજેપી સાથે કામ કર્યું છે. નીતીશ કુમાર અને બીજેપી વચ્ચે આ સબંધ 1996માં શરૂ થયો હતો. ત્યારબાદ બિહારમાં વાજપેયીના નેતૃત્વ વાળી NDA ગઠબંધને નીતીશ કુમારને કેન્દ્રમાં અનેક મહત્વની જવાબદારીઓ આપી હતી.વર્ષ 1999ની લોકસભા ચૂંટણીમાં બીજેપી સાથે મળીને નીતીશ કુમારની પાર્ટીએ રાજદને જોરદાર ટક્કર આપી હતી અને વર્ષ 2000માં નીતીશ કુમારે બીજેપીના સમર્થનથી પ્રથમ વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. વર્ષ 2014માં લોકસભા ચૂંટણી પહેલા નીતીશ કુમાર અને બીજેપીના સબંધો વચ્ચે દરાર આવી ગઈ હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, આ દરારનું કારણ નરેન્દ્ર મોદી હતા. આ સાથે એવું કહેવાય છે કે, ભાજપમાં અટલ-અડવાણી યુગના અંત પછી નીતિશ કુમારને નવા નેતૃત્વ સાથે એડજસ્ટ કરવામાં મુશ્કેલી પડી રહી હતી.નીતીશ કુમાર બીજેપીથી કેટલા નારાજ હતા તે તેમણે સદનમાં આપેલા નિવેદનમાં જોઈ શકાય છે. નીતીશ કુમારે કહ્યું હતું કે, હું જીવતો રહીશ અથવા મરી જઈશ પરંતુ ભાજપ સાથે હાથ નઈ મળાવું.તેમણે કહ્યું હતું કે, 'મને વિશ્વાસ હતો એ અટલજીનો જમાનો હતો હવે એ અટલજીનો યુગ નથી'. તેથી જ્યારે અમે અલગ થઈ રહ્યા હતા ત્યારે અડવાણીજીએ ફોન કરીને કહ્યું હતું કે તમને અધ્યક્ષે વચન આપ્યું છે તે પૂરું થશે અમે કહ્યું હતું કે, હવે અમારા માટે તે શક્ય નથી. અને જે અધ્યક્ષે વચન આપ્યું હતું તે અધ્યક્ષ નથી. અને આ વાત કોણ સાંભળશે તેથી અમે અમારા રસ્તે જઈએ છીએ. એ યુગ પૂરો થયો. હવે તમારી પાસે નવો અવતાર છે. હવે આ પછી કોઈ પણ સંજોગોમાં પાછા જવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. નીતીશ કુમારે બીજેપી પર વિશ્વાસ તોડવાનો આરોપ પણ લગાવ્યો હતો. પરંતુ વર્ષ 2014માં નરેન્દ્ર મોદીની પ્રચંડ જીત બાદ નીતીશ કુમારે પોતાની પાર્ટીના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. નીતીશ કુમારને નજીકથી જાણતા લોકોનું કહેવું છે કે, તેમના મનની વાત જાણવી ખૂબ જ મુશ્કેલ છે. વર્ષ 2014માં રાજીનામું આપ્યા બાદ નીતીશ કુમારે 2015ની ચૂંટણીમાં બીજેપી સાથે મોટા મુકાબલે વિધાનસભા ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી હતી. આ ચૂંટણી નીતીશ કુમારે રાજદ અને કોંગ્રેસ સાથે મળીને લડી હતી જેના કારણે તેજસ્વી યાદવને ઉપ મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ આ સરકાર ચલાવવું નીતીશ કુમાર માટે ઘણું મુશ્કેલ હતું. તેમણે જણાવ્યું હતું કે, તેજસ્વી યાદવ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યા બાદ નીતીશ કુમારે સાર્વજનિક રૂપે કહ્યું હતું કે, જ્યારથી રાજદ નેતાઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. ત્યારથી અમે તેમને નિવેદન કરી રહ્યા છીએ કે, તેઓ તેનું સ્પષ્ટીકરણ તો આપે. અમે ગઠબંધનનો ધર્મ નિભાવ્યો અને તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ હવે મારો અંતર આત્મા આ ગઠબંધનને ટકાવી રાખવાની મંજૂરી નથી આપતો. ત્યારબાદ નીતીશ કુમારે ફરી એક વખત પોતાના રાજકીય સહયોગિયો કોંગ્રેસ અને રાજદને ચોંકાવતા રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ 2020ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપી સાથે મળીને નીતીશ કુમાર ફરી એક વખત બિહારના મુખ્યમંત્રી બન્યા હતા. આ ચૂંટણીમાં તેમની પાર્ટીને માત્ર 43 બેઠકો મળી હતી અને બીજેપીને 74 તથા રાજદને 75 બેઠકો મળી હતી. હવે વર્ષ 2022માં નીતીશ કુમારે ફરી એક વખત પોતાના પદ પરથી રાજીનામું આપીને રાજદનો છેડો પકડી બીજેપી સાથે ગઠબંધન તોડી નાખ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.