તમારી આર્થિક સ્થિતિ બદલી નાંખીશ કહીં પરિવારને નશાયુક્ત પ્રવાહી પીવડાવી રૂ.1.53 લાખની મતા લઈ ફરાર - At This Time

તમારી આર્થિક સ્થિતિ બદલી નાંખીશ કહીં પરિવારને નશાયુક્ત પ્રવાહી પીવડાવી રૂ.1.53 લાખની મતા લઈ ફરાર


હું રામપીરનો ભગત છું, તમારી આર્થિક સ્થિતિ બદલી નાંખીસ કહીં પરિવારને નશાયુક્ત પ્રવાહી પીવડાવી રૂ.1.53 લાખની મતા લઈ ત્રણ શખ્સો ફરાર થઈ જતાં તાલુકા પોલીસ મથકની ટીમે ગણતરીની કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી એક શખ્સને દબોચી રૂ.1.53 લાખનો તમામ મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત બે શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે મવડી પ્લોટમાં ધરમ નગરની પાછળ રહેતાં અંકિતભાઈ શૈલેષભાઈ જોટાણીયા (ઉ.વ.30) એ નોંધાવેલ ફરિયાદમાં ત્રણ અજાણ્યાં શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ માતા પિતા, પત્ની અને પુત્રી સાથે રહે છે અને ફોટોગ્રાફીનો ધંધો કરે છે. તેમના પિતા કેટરર્સમાં કામ કરે છે. ગઈ તા.10 ના તેમના પિતા કેટરર્સમાં કામ પર ગયેલ હતા અને તે તેમના માતા સાથે હરીહર સોસાયટી શેરી નં.2 માં નથવાણીભાઇના મકાનનું સાફ-સફાઈનુ કામ રાખેલ હોય જેથી મકાનની સાફ-સફાઈ કરવા માટે ગયેલ હતાં. બાદમાં તેઓ સાફ સફાઈ કરી ઘરે જવા નિકળતા હતા ત્યારે ત્રણ શખ્સો એક બાઈક લઈ ઘસી આવેલ અને તેણે તેમની પાસે પાણી માંગેલ અને વાછરાદાદાના મંદિર તરફ જવાનો રસ્તો પુછતા તેઓને રસ્તો બતાવેલ જેથી તેણે કહેલ કે, હું રામાપીરનો ભગત છુ તમે અમને રસ્તો બતાવેલ છે અમે તમને રસ્તો બતાવશું તેમ કહી ભુતકાળમા ફરિયાદી સાથે બનેલ બનાવો અને નબળી આર્થિક પરીસ્થીતી બાબતે નડતા વિધનો વિશે વાત કરવા લાગેલ હતાં. જેમાં ઘણી ખરી વાતો સાચી લાગતા તેમના ઉપર વિશ્વાસ આવી ગયેલ અને એક શખ્સે કહેલ કે, અમારે ચા પીવો છે તો તેઓને બાજુની રેકડી ઉપર જઈ પી લઇ એ હુ તેના પૈસા આપી દઇશ એમ કહેતા તેઓએ જણાવેલ કે, બહારનું અમે કાઈ ખાતા પિતા નથી ઘરની ચા પીવડાવો તો પીવી છે.
જે બાદ તેમને ઘરે લઈ આવેલ અને અંદરના રૂમમા બેસાડી ચા બનાવી પીવડાવેલ તે દરમ્યાન એક શખ્સે વાત કરેલ કે, તમને નડતર છે તમારે વીધી કરાવવી પડશે તેમ કહી શ્લોક બોલવા લાગેલ અને તે બાદ તેણે અમારા ઘરમાથી નમક મંગાવેલ અને નમક તેઓના તેમજ તેમની પત્ની અને માતાના હાથમા આપેલ બાદ તે નમક ફરી હથેળીમાથી તેની હથેળીમાં નાખવા જણાવતા તેની હથેળીમા નમક ઠલવી દેતા તેણે તેના બન્ને હાથ વડે નમકને મસળી સાથો સાથે શ્લોક બોલી અમારી હથેળીમા નાખતા નમકને બદલે અળદના દાણા તથા જુવારના દાણા થઈ ગયેલ અને તેણે એક રૂમાલ તેઓની સામે પાથરી રૂમાલમાં તે અળદના તથા જુવારના દાણા ઠલવી ઠલવી દીધેલ અને જે ચમત્કાર જોઇ તેના ઉપર વધુ વિશ્વાસ આવી ગયેલ હતો.
તે બાદ તેણે એક ગ્લાસમાં પાણી ભરી લેવા જણાવતા તેને પાણી ભરેલા ગ્લાસ આપતાં ગ્લાસ ઉપર પોતાનો હાથ રાખી મંત્રોચાર કરી થોડીવાર પછી આ ગ્લાસનું પાણી ત્રણેયના હથેળીઓમા આપી પી જવા જણાવેલ અને આ રીતે બે વાર ત્રણેય જણાએ આ પાણી પીધેલ અને પાણીનાસ્વાદમા નારીયળ પાણીનો સ્વાદ હોય તે પ્રકારનો સ્વાદ લાગેલ અને તે દરમ્યાન આ રામાપીરનો ભગત તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ કહેલ કે, તમારી નડતર દુર કરવા માતાજી નિવૈધ માંગે છે તમારે રોકડ રૂપીયા બત્રીસ હજારના નિવૈધ માતાજીને કરવા પડશે તેમ કહેતા તેમની પાસે હાલ આટલી રોકડ રકમ નથી તો તેણે કહેલ કે, વાંધો નહી તમે તમારી પાસે સોનાના દાગીના હોય તો તે આ માતાજી તરફથી મળેલ પ્રસાદી અળદના દાણા તથા જુવાર સાથે દાગીના રૂમાલમાં રાખી હું કહુ તે મંત્રોચાર કરી સ્મશાનમાં સવા મહીના સુધી દાઢી આવવાના રહેશે તેમ કહીં તે મંત્રોચાર બોલી આ મંત્રોચાર સ્માશાનમા બોલવા પડશે તેવુ કહી મંત્રોચાર શીખવવા લાગેલ પરંતુ તેણે બોલેલ મંત્રોચાર લાંબા તથા યાદ ના રહે તેવા હતા દરમ્યાન તે શખ્સ વોશરૂમ જવુ છે તેમ કહી ઉભો થયેલ અને મકાનમા આવેલ વોશરૂમમા ગયેલ તે દરમ્યાન તે પેકીના બીજા બે શખ્સોએ જણાવેલ કે, ભગત બોલે છે
તે મંત્રોચાર અમોને યાદ રહે તેમ નથી જેથી તમને ભગત ઉપર વિશ્વાસ હોય તો આ વીધી ભગત તમારી સાથે સ્મશાનમા આવી કરી દેશે, કહેતાં તેઓએ કોઈ નશાયુક્ત પ્રવાહી પીધેલહોય તેવુ જણાયેલ અને તેમને ચક્કર જેવુ આવવા લાગેલ અને માનસિક સંતુલન ગુમાવી બેસેલ હતાં. તે દરમ્યાન ભગત વોશરૂમમાથી પાછા આવેલ અને તેની સાથેના બે શખ્સોએ ભગતને જણાવેલ કે આ સ્મશાન વાળી વીધી તમે જ કરી આપજો તેમ કહી સોના દાગીના માંગતા તેઓ માનસિક સંતુલન ગુમાવી બેસેલ હોય જેથી તેમની પત્નીએ નશાની હાલતમાં પોતાના ગળામા પહેરેલ સોનાનો ચેઈન, માતાએ ઘરના કબાટમાથી સોનાના પેંડલ સાથેનો ચેઇન અને રૂ.3500 રોકડા તેણે પાથરેલ રૂમાલમાં મુકી દિધેલ અને કહેલ કે, આ માતાજીની વિધીની વાત કોઇને જાહેર ન થાય તેનું ધ્યાન રાખજો તેમ કહી ત્રણેય શખ્સો રૂમમાંથી બહાર નીકળી નાસી છૂટ્યા હતાં. ત્યારબાદ ફરિયાદી અને તેમના પરિવારને પીવડાવેલ પાણીની તીવ્ર અસર થવા લાગતા સુઇ ગયેલ હતાં. અડધો કલાક બાદ તેઓ જાગતા પત્ની અને માતાને જગાડી ઘરમાં તથા બહાર નિકળી તપાસ કરતા ત્રણેય શખ્સો નાશી છૂટ્યા હતાં. જેથી અજાણ્યાં ત્રણ શખ્સો તાંત્રિક વિધિના નામે તેઓને નશાયુક્ત પીણું પીવડાવી સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ.1.33 લાખનો મુદામાલ લઈ નાસી છૂટ્યા હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસ મથકના પીઆઈ ડી.એમ.હરિપરાની રાહબરીમાં પીએસઆઇ બી.આર.ભરવાડ અને ટીમ ગુનાનો ભેદ ખોલવા તપાસમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજા અને મહાવીરસિંહ જાડેજાને મળેલ ચોક્કસ બાતમીના આધારે નવા 150 ફૂટ રિંગરોડ, કટારીયા ચોકડી આગળ કિંગ પાર્ટી પ્લોટ પાસેથી બાઇકમાં પસાર થતાં આરોપી રાયધન કાના રાઠોડ (ઉ.વ.45),(રહે. બેડલા ગામ) ને ઝડપી પાડી છેતરપીંડીમાં ગયેલ તમામ રૂ.1.53 લાખનો મુદામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી.જ્યારે ભગતની ઓળખ આપનાર પડધરીનો શાયર ભીખા રાઠોડ અને બેડલાનો અનિલ જેશુખ નકુમ ફરાર થવામાં સફળ રહેતાં તેની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.