ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનીયર કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા અંગે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનીયર કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા અંગે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક (વહીવટી/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા બોટાદ જિલ્લાના તથા ગ્રામ્ય વિસ્તારના કુલ-૪૬ પરીક્ષા કેંદ્રો પર લેવાશે. પરીક્ષાના સુચારૂ તેમજ સુવ્યવસ્થિત સંચાલન અર્થે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે SOP મુજબની સુચનાઓનું પાલન કરવા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમાર દ્વારા સુધારા હુકમ દર્શાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા મુજબ, પરીક્ષાના દિવસે એટલે કે તા.૨૯/૦૧/૨૦૨૩ ના રોજ પરીક્ષાકેન્દ્રમાં મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટુથ, ઈયરફોન, કેમેરા, લેપટોપ વિગેરે ઈલેકટ્રોનિક ગેઝેટ તેમજ પુસ્તક, અન્ય સાહિત્ય કે કોઈ પણ પ્રકારની અન્ય વસ્તુઓ ઉમેદવારો દ્વારા લઈ જવા ઉપર, પરીક્ષા કેન્દ્રની બહાર આવેલ ઝેરોક્ષ દુકાનો પર સવારે ૮-૦૦ કલાકથી બપોરે ૧-૦૦ કલાક સુધી તેમજ પરીક્ષાના દિવસે વીજપુરવઠો ખોરવાય નહીં તે માટે સવારના ૮-૦૦ કલાકથી બપોરના ૧-૦૦ કલાક દરમ્યાન ખોદકામ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
Report by Ashraf jangad 9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.