સુરત સંઘાણી પરિવારે દેહ દાન અર્પણ કર્યું રેડક્રોસ ચોર્યાસી અને સક્ષમ સુરત ના સતત પ્રયત્નો થી સમાજમાં ચક્ષુદાન દેહદાન અને અંગદાન વિશે લોક જાગૃતિ - At This Time

સુરત સંઘાણી પરિવારે દેહ દાન અર્પણ કર્યું રેડક્રોસ ચોર્યાસી અને સક્ષમ સુરત ના સતત પ્રયત્નો થી સમાજમાં ચક્ષુદાન દેહદાન અને અંગદાન વિશે લોક જાગૃતિ


સુરત સંઘાણી પરિવારે દેહ દાન અર્પણ કર્યું

રેડક્રોસ ચોર્યાસી અને સક્ષમ સુરત ના સતત પ્રયત્નો થી સમાજમાં ચક્ષુદાન દેહદાન અને અંગદાન વિશે લોક જાગૃતિ

સુરત રેડ ક્રોસ ચોર્યાસી બ્રાન્ચ , રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને સક્ષમ સુરત ને સંઘાણી પરિવારે દેહ દાન અર્પણ કર્યું રેડક્રોસ ચોર્યાસી અને સક્ષમ સુરત ના સતત પ્રયત્નો થી સમાજમાં ચક્ષુ દાન , દેહ દાન અને અંગ દાન વિશે લોક જાગૃત થયા છે.પરિવારમાંથી કોઈ અચાનક સ્વર્ગવાસ થતાં પરિવાર શોક મગ્ન હોય છે. પરંતુ આવી કપરી પરિસ્થતિ મા પણ ચક્ષુ અને દેહ દાન નો વિચાર આવવો પણ સારી વાત છે. પરિવાર ના વડીલ સ્વ લક્ષ્મીબેન ભીખાભાઈ સંઘાણી ઉ ૯૩ વતન ઉમરગઢ તા ધંધુકા જી અમદાવાદ હાલ ૪૪ શાંતિ નગર સો ડાભોલી મા રહેતા ઉંમરને કારણે સ્વર્ગે સિધાવતા તેમના પતિ ભીખાભાઇ પુત્ર વલ્લભભાઈ , પોપટભાઈ , ધીરુભાઈ, સ્વ રમેશભાઈ અને પુત્રી મંજુલાબેન ગઢયા , સવિતાબેન વાઘાણી ,જસુબેન ડુડિયા તેમજ પોત્ર ચેતન, હિરેન ,શૈલેષ ,હાર્દિક ,જેનિશ , અક્ષય એ મૃત શરીરને અગ્નિ સંસ્કાર આપવાના બદલે મેડિકલ કોલેજ મા અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ ને અર્પણ કરવાનો નિર્ણય કરી અતુલભાઈ સંઘાણી અને જગદીશભાઈ રૂપાણી નો સંપર્ક કરી. ડો પ્રફુલ્લ શિરોયા નો સપર્ક કરી દેહ દાન કિરણ મેડિકલ મા ડિન ડો સચેન્દ્ર એનાટોમી વિભાગ ના ડો રોમા પેટલ ને અર્પણ કરેલ ડો મુકેશ પેટલ ડો મેહુલ પંચાલ તેમજ કોલેજ ના સ્ટાફ અને વિદ્યાર્થી ઓ એ શ્રદ્ધાજંલી પાઠવી હતી
દિનેશભાઈ જોગાણી એ જણાવ્યું કે ગુજરાત તમામ માનવતા વાદી કાર્ય મા હર હંમેશ મોખરે હોય છે નેત્ર દાન ના પ્રચાર પ્રસાર માં પણ મોખરે છે તમામ લોકો ના સહયોગ થી નેત્રદાન ની પ્રવૃત્તિ વેગવંતી બની છે છંતા પણ ભારત ભર ના કાળી કીકી ના કારણે અંધ બનેલ લોકો ને ફરી દ્ષ્ટીવાન બનાવવા માટે આટલા નેત્રદાન પુરતા નથી તમામ હોસ્પીટલ ના તબીબો પેરા મેડીકલ સ્ટાફ આ પ્રવૃત્તિ ને વેગવતી બનાવવામા સહયોગ આપે તો જ આપણે ઝડપ થી કોરનીયલ અંઘત્વ મુક્ત ભારત બનાવી શકીશુ તેવી જ રીતે દેહદાન પણ ઘણા લોકો સંકલ્પી બન્યા છે. દેહદાન વિશે સમજ આપતાં જણાવ્યું કે મેડીકલ કોલેજો માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ ને શરીર ની આતરીક રયના ના અભ્યાસ માટે મૃત શરીર ની જરુર હોય છે તેમાટે લોકો મૃત દેહ ને સળગાવી કે દફનાવી રાખ ના કરતા દેહ દાન આપે તો તબીબો ને અભ્યાસ માં ઉપયોગી થવાય છે તે માટે પણ જાગૃત થવા ની જરુર છે. તેવી જ રીતે અંગ દાન બ્રેઈન ડેથ વ્યકતી ઓ ના અંગો(આંખ,કીડની ,લીવર હદય) દાન આપી જરુરીયાત મંદ ને નવી જીદગી આપી શકાય આવો સૌ સાથે મળી ને માનવતા ના કાર્ય ને વેગવંતા કરીએ. જન સેવા એજ પ્રભુ સેવા સુત્ર ચરિતાર્થ કરીએ

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.