હળવદના ચરાડવા ગામે આવેલ પ્રસિદ્ધ મહાકાળી આશ્રમના મંદિરમાં માતાજીના ૭૫ હજારના બે છત્તરની ચોરી - At This Time

હળવદના ચરાડવા ગામે આવેલ પ્રસિદ્ધ મહાકાળી આશ્રમના મંદિરમાં માતાજીના ૭૫ હજારના બે છત્તરની ચોરી


હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમ કે જેમાં મહાકાળી માતાજીનું મંદિર છે જે મંદિરના અંદરના દરવાજાનું તાળું તોડી માતાજીના બે મોટા ચાંદીના છત્તર જેની કિ.રૂ. ૭૫ હજાર હોય જે કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઈ ગયા હોવા અંગેની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં મંદિરે આવેલ સ્વયંમ સેવક એવા દર્શનાર્થી દ્વારા નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ સુપ્રસિદ્ધ મહાકાળી આશ્રમ મહાકાળી મંદિરમાં ગત તા. ૦૮/૦૮ ની રાત્રીથી ૦૯/૦૮ની સવારના છ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા માતાજીના મંદિરના કાચના દરવાજા અંદર આવેલ લોખંડના દરવાજે મારેલ તાળું તોડી મંદિરમાં પ્રવેશ કરી માતાજીના ચાંદીના બે મોટા છત્તર કે એક છત્તર બે કિલોનું અને બીજું છત્તર ૧ કિલો જેની કુલ કિ.રૂ. ૭૫,૦૦૦/- થતી હોય તે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરી લઈ ગયા છે. ત્યારે સમગ્ર ચોરીના બનાવ બાબતે મોરબી સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ રોડ ઉપર ગિરીરાજ સોસાયટીમાં રહેતા રાજદીપસિંહ લક્ષ્મણસિંહ ઝાલા ઉવ.૩૨ દ્વારા હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે ચોરી અંગેનો કેસ દાખલ કરી અજાણ્યા ચોર ઇસમોને પકડી પાડવા અલગ અલગ દિશામાં તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.