દરેક ખેડૂત માટે જાહેર હિતમાં સૂચના
*દરેક ખેતરમાં નીચે મુજબના કામ ચોકકસપણે કરજો.*
(1) કુવાની પારાપેટ 3 ફુટ જેટલી ઉંચી અને મજબુત કરવી.
(2) ઈલેકટ્રીક મોટરનુ પેનલ બોર્ડ સારૂ અને વ્યવસ્થિત કરવુ, બોર્ડ લાકડાનુ તથા પીવીસી પાઈપથી વાયર ફીટીંગ હોય.
(3) ખેતરમાં ઉભા વિજ થાંભલાને 8 ઈંચના HDPE ના ગેન્ડાથી કવર કરવા,અથવા સારા પ્લાસ્ટીકથી આઠ ફુટ સુધી કવર કરવા.
(4) ખેતરમાં વીજળીના તાર ને ખેંચી ઉંચા લેવડાવવા તથા તેના સાંધાને મજબુતાઈથી જોડાણ કરાવવા.
(5) વિજળી થાભલા કે તાર નીચે નીરણનો રૂમ, વિશ્રામ રૂમ, ઝુપડી, ઓરડી, કે પશુ આશ્રય સ્થાન ન રાખવુ.
(6) ચાલુ વરસાદે કે વીજળી થતી હોય ત્યારે મજૂર પાસે ખેતરમાં કામ ન કરાવવું.
(7) આપના ખેતર પર રહેતા ખેત મજુરની નજીકના પોલીસ સ્ટેશને નોંધણી જરૂરથી કરાવવી. ( ઘણી વખત ખેત મજૂરો માલિકની વસ્તુઓ ચોરી કરીને ભાગી જતા હોય છે. અથવા તો કોઈ આપદા થાય / કોઈ અણબનાવ બને ત્યારે માલિકે જો પોલીસ સ્ટેશનમાં અગાવ નોંધણી કરાવેલ હોઈ તો ઓછી તકલીફ થાય છે. )
(૮). દરેક ગ્રામ પંચાયત ખાતે આવેલ મજુરની સંપૂર્ણ યાદી રજિસ્ટર કરાવવી જરૂરી છે અને કોના ખેતરમાં ખેતીકામ કરશે તે વિગત સાથે....
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા,જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.