નવા સ્ટેચ્યુટ મુજબ ચોરી કરતાં પકડાશે તો 10 હજાર સુધીનો દંડ
ચિઠ્ઠી કે મોબાઈલમાંથી, આજુબાજુમાંથી ચોરી કરે, લખાણ કરીને આવે તો સજાની સાથે હવે દંડ ફટકારાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેમેસ્ટર-3 અને 5ના 47,280 વિદ્યાર્થીની પરીક્ષાનો 127 કેન્દ્રમાં આજથી પ્રારંભ થઇ રહ્યો છે. 86 જેટલા ઓબ્ઝર્વર પણ પરીક્ષા દરમિયાન દરેક પરીક્ષા નિરીક્ષણ કરશે, પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ વર્ષે યુનિવર્સિટીમાં નવો સ્ટેચ્યુટ લાગુ કરી દેવામાં આવ્યો છે અને પરીક્ષાના નિયમોમાં જો કોઈ વિદ્યાર્થી ચોરી કરતા પકડાય તો હવે તેને પરીક્ષામાંથી બાકાત કરવા ઉપરાંત 10 હજાર સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.