પવિત્ર આસો નવરાત્રી ની ઉજવણી અને નવ દિવસ નું અનુષ્ઠાન કરતા પત્રકાર ઉપેન્દ્રભાઈ તેરૈયા
(રીપોર્ટ વિજય ચૌહાણ)
હિન્દુ ધર્મમાં ઉપાસના ના દિવસો એટલે આસો નવરાત્રી આ નવરાત્રી ના પાવન અવસરે મુળ અજમેર ગામ ના વતની અને હાલ જસદણ શહેર સ્થિત K.TV ના પત્રકાર ઉપેન્દ્રભાઈ તેરૈયા જેવો ના કુળદેવી શ્રી ચામુંડા માતાજીના મઢે પવિત્ર આસો નવરાત્રી ના નવ દિવસ માં ભગવતી નું અનુષ્ઠાન કરી આશીર્વાદ મેળવી રહ્યા છે. જોકે ઉપેન્દ્રભાઈ તેરૈયા સતત ત્રણ વર્ષ થી ચામુંડા માતાજી નું અનુષ્ઠાન કરી ને માં ભગવતી ને રીઝવી રહ્યા છે. અને. ઓમ ઐમ હીમ ક્લીમ ચામુંડા વિચે ના મંત્રો ના જાપ કરીને માં ના ગુણગાન કરીને જાપ ધન્યતા અનુભવે છે. જોકે પત્રકાર ઉપેન્દ્રભાઈ તેરૈયા ના કુળદેવી શ્રી ચામુંડા માતાજી નો વર્ષો જુનો મઢ આવેલ છે. એ મઢમાં નવ દિવસ સુધી ચામુંડા માતાજીના પાલખ પાસે બેસીને અનુષ્ઠાન કરી આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. અને શુક્રવારે સાંજે અજમેર તેરૈયા પરીવાર ના ગોઠી ભાઈઓ જસદણ, થાનગઢ, રાજકોટ, સહિત ના પરીવાર ના સભ્યો એકત્ર થઇ ને ચામુંડા માતાજીના નિવેદ થશે અને જસદણ સ્થિતિ ઉપેન્દ્રભાઈ તેરૈયા અજમેર ગામમાં નવેનવ દિવસ રોકાઇને કુળદેવી શ્રી ચામુંડા માતાજીનુ અનુષ્ઠાન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.