ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૨૦૪ કિ.રૂ.૧૫,૭૬,૫૦૦/-નાં જથ્થા સહિત કુલ રૂ.૩૧,૧૧,૫૦૦/-નાં મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૨૦૪ કિ.રૂ.૧૫,૭૬,૫૦૦/-નાં જથ્થા સહિત કુલ રૂ.૩૧,૧૧,૫૦૦/-નાં મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને આગામી વિધાનસભાની ચુંટણીને ધ્યાને લઇ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૧૩/૧૧/૨૦૨૨નાં ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી વિધાનસભા ચુંટણી સંદર્ભે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન *પી.બી.જાદવ પોલીસ ઇન્સ., એલ.સી.બી.,ભાવનગર તથા કે.એમ.પટેલ પો.સબ ઇન્સ.,પેરોલ ફર્લો સ્કવોડ,ભાવનગરનાંઓને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે,*દિગ્પાલસિંહ ઉર્ફે કુમાર મદારસિંહ ગોહિલ રહે.દરબાર ગઢ,વરતેજ તા.જી.ભાવનગર તથા અલ્તાફ ઐયુબભાઇ ખલીફા રહે.ઘાંચીવાડ,વરતેજ તા.જી.ભાવનગર વાળો તેનાં માણસો દ્વારા રાજકોટ હાઇ-વે ઉપર સોળવદરા ગામ તરફ જવાનાં બોર્ડથી અંદર બે કી.મી. દુર નવાગામ (ચીરોડા) સીમમાં માજીનની કુઇ તથા ત્રણ ટોબરા વચ્ચે આવેલ બોરડી તથા બાવળની આડશવાળી ખુલ્લી જાહેર જગ્યામાં બજરીયા કલરનાં આયશર રજી. નં.GJ-07-YZ 9677માં પાછળનાં ભાગે ભરેલ લોખંડનાં એન્જીનમાં બનાવેલ ખાનામાં તથા સફેદ કલરનાં બોલેરો પીકઅપ રજી.નં.GJ-04-AW 5866માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવીને કટીંગ કરવાનાં છે. જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો હાજર મળી આવેલ. તેઓનાં કબ્જા-ભોગવટાનાં આયશર- બોલેરો વાહનમાંથી નીચે મુજબનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ.જે અંગે તેઓ બંને સહિત કુલ-૧૦ ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પો.સ્ટે.માં પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

*પકડાયેલ આરોપીઓઃ-*

૧) દિગ્પાલસિંહ ઉર્ફે કુમાર મદારસિંહ ગોહિલ રહે.દરબાર ગઢ, વરતેજ તા.જી.ભાવનગર (પકડવાનાં બાકી)
૨) અલ્તાફ ઐયુબભાઇ ખલીફા રહે.ઘાંચીવાડ,વરતેજ તા.જી.ભાવનગર (પકડવાનાં બાકી)
૩) રીયાઝ સલીમભાઇ માંડવીયા ઉ.વ.૩૨ ધંધો- રી.ડ્રા. રહે.ઘાંચીવાડ, વરતેજ તા.જી. ભાવનગર
૪) શરદ પાંચાભાઇ ખાખડિયા ઉ.વ.૩૩ ધંધો-ખેત મજુરી રહે.કોળીવાસ,કમળેજ તા.જી.ભાવનગર
૫) જાકિર ખલીફા (પકડવાનાં બાકી)
૬) અમીન ખલીફા રહે.આખલોલ જકાતનાકા,ભાવનગર (પકડવાનાં બાકી)
૭) દિનેશ કોળી રહે.કુમારભાઇની વાડીએ, વરતેજ (પકડવાનાં બાકી)
૮) જગો ભરવાડ રહે.દરબારગઢ પાછળ,વરતેજ (પકડવાનાં બાકી)
૯) ભોલો ભરવાડ રહે.દરબારગઢ પાછળ,વરતેજ (પકડવાનાં બાકી)
૧૦) ભગત કોળી રહે.ઉપલી શેરી,કોળીવાડ વરતેજ જી.ભાવનગર (પકડવાનાં બાકી)

*કબ્જે કરેલ મુદ્દામાલઃ-*

1. મેકડોવેલ્સ નં.૧ કલેકશન વ્હીસ્કી ઓરીજનલ કાચની કંપની સીલપેક ૭૫૦ ML પેટી-૩૩૮માં ભરેલ બોટલ નંગ-૪૦૫૬ તથા છુટક બોટલ નંગ-૧૪૮ મળી કુલ બોટલ નંગ- ૪૨૦૪ કિ.રૂ.૧૫,૭૬,૫૦૦/-
2. બજરીયા કલરનું અશોક લેલન્ડ કંપનીનું આયશર રજી.નંબર- GJ-07-YZ 9677 કિ.રૂ.૮,૦૦,૦૦૦/-
3. સફેદ કલરનો બોલેરો પીકઅપ રજી.નં.GJ-04AW 5866 કિ.રૂ.૭,૦૦,૦૦૦/-
4. કાળા કલરનું સુઝુકી એકસસ સ્કુટર રજી.નંબર-GJ-04-DK 0246 કિ.રૂ.૨૫,૦૦૦/-
5. વીવો કંપનીનો મોડલ-V2135 મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/-
6. વન પ્લસ કંપનીનો મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/-મળી કુલ રૂ.૩૧,૧૧,૫૦૦/- નો મુદ્દામાલ

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*

પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ તથા પો.સબ.ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.જેબલીયા સ્ટાફનાં પી.આર. સરવૈયા, કલ્યાણસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ ગોહિલ, વનરાજભાઇ ખુમાણ, વિઠ્ઠલભાઇ બારૈયા, ઘનશ્યામભાઇ ગોહિલ, રાજપાલસિંહ સરવૈયા, જયરાજસિંહ જાડેજા, બીજલભાઇ કરમટીયા,સંજયભાઇ ચુડાસમા, ચંદ્દસિંહ વાળા, ઇમ્તિયાઝખાન પઠાણ, મુકેશભાઇ કંડોલીયા વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.