વ્હાલી દીકરી યોજનાના લાભાર્થી અલ્પાબહેને સરકારનો આભાર માન્યો ——— ગીર સોમનાથ, તા.૧૦: જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના સુચારૂ આયોજન હેઠળ સમગ્ર જિલ્લામાં
વ્હાલી દીકરી યોજનાના લાભાર્થી અલ્પાબહેને સરકારનો આભાર માન્યો
---------
ગીર સોમનાથ, તા.૧૦: જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના સુચારૂ આયોજન હેઠળ સમગ્ર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ગીર સોમનાથ જિલ્લાના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા વહીવટી તંત્ર કટિબદ્ધ છે ત્યારે છાત્રોડાના રહેવાસી અલ્પાબહેન આશિષગીરી અપારનાથીને સરકારની વ્હાલી દીકરી યોજનાનો લાભ મળ્યો હતો.
વહીવટી તંત્ર દ્વારા અલ્પાબહેનને વ્હાલી દીકરી યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. જેથી અલ્પાબહેને ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, ‘મને વ્હાલી દીકરી યોજનાની જાણકારી મળી અને મેં ફોર્મ ભર્યું હતું. મહિલા બાળ વિકાસ કચેરી મને મદદરૂપ થઈ હતી. હવે મારી દીકરી કાવ્યા પહેલા ધોરણમાં આવશે એટલે એને ૪૦૦૦, નવમાં ધોરણમાં પ્રવેશ સમયે ૬૦૦૦ અને અઢાર વર્ષની થશે એટલે એક લાખ રૂપિયા મળશે.
આમ કહી અલ્પાબહેને કુલ ૧,૧૦,૦૦૦ની કુલ સહાય મળશે એ બદલ તેમજ આ યોજનાનો લાભ આપવા બદલ સરકારનો અંતઃકરણ પૂર્વક આભાર માન્યો હતો.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.