રાજકોટમાં બપોરે 40 ડીગ્રી તાપ અને લું સાથે અકળાતા નગરજનો - At This Time

રાજકોટમાં બપોરે 40 ડીગ્રી તાપ અને લું સાથે અકળાતા નગરજનો


રાજકોટવાસીઓએ આજે બપોરે પણ આકરા તાપ સાથે અંગ દઝાડતી લું નો અનુભવ કર્યો હતો. આજે બપોરે 2.30 કલાકે રાજકોટનું તાપમાન 40 ડીગ્રી રહેવા પામ્યું હતું તથા બપોરે હવામાં ભેજ 60 ટકા રહ્યો હતો અને પવનની ઝડપ 10 કીમી પ્રતિ કલાક રહેવા પામી હતી. આ ઉપરાંત આજે સવારે 8.30 કલાકે શહેરનું તાપમાન 29.4 ડીગ્રી અને લઘુતમ તાપમાન 26.2 ડીગ્રી નોંધાયું હતું. જયારે, સવારે હવામાં ભેજ 73 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 13 કીમી રહેવા પામી હતી. ઉલ્લેખનીય છે કે, સવારે હવામાં ભેજ વધુ રહેતા સક્ત બફારાનો અનુભવ પણ થયો હતો.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.