સોજા હાઈસ્કૂલના ઉપક્રમે નિવૃત શિક્ષકશ્રીઓનો વિદાય-શુભેચ્છા સમારોહ યોજાયો. - At This Time

સોજા હાઈસ્કૂલના ઉપક્રમે નિવૃત શિક્ષકશ્રીઓનો વિદાય-શુભેચ્છા સમારોહ યોજાયો.


ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા "શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા" ના ઉપક્રમે આજરોજ વય નિવૃત થતાં સારસ્વતશ્રીઓ સર્વેશ્રી ગણપતભાઈ ગોહિલ, સુરેશભાઈ પટેલ અને વનરાજસિંહ ચાવડાનો વિદાય-શુભેચ્છા સમારોહ યોજાયો હતો.
સુરેશભાઈ અને ગણપતભાઈ બંને સારસ્વત મિત્રો ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અને વનરાજસિંહ માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા હતા. ગણપતભાઈ હિન્દી અને ગુજરાતી ભાષાના નિપુણ તજજ્ઞ જ્યારે સુરેશભાઈ વાણિજ્ય શાખાના અને વનરાજસિંહ ગુજરાતી ભાષાના અનુભવી પારંગત રહ્યા છે. શાળા પરિવાર તરફથી ત્રણેય સ્નેહીજનોને શ્રીફળ-સાકર-સ્મૃતિ ભેટ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. કેળવણી મંડળના મંત્રીશ્રી ઘનશ્યામસિંહ વાઘેલાની અભિપ્રેરક ઉપસ્થિતિ રહી હતી. નિવૃત્ત થતાં શિક્ષકો તરફથી શાળાના તમામ અધ્યેતા બાળકોને ભોજન-પ્રસાદ આપવામાં આવ્યો હતો એમ એક અખબારી યાદીમાં શાળાના સારસ્વતશ્રી રાકેશ પ્રજાપતિ જણાવે છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.