વ્યાજખોરથી ત્રસ્ત યુવાને શાસ્ત્રીમેદાન પાસે ફિનાઇલ પી લીધું
યુવાને વ્યાજખોરોના નામ સાથેની સ્યૂસાઇડ નોટ લખી
શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ, સ્કાય હાઇટ્સ બિલ્ડિંગમાં રહેતા ચિરાગ મહેન્દ્રભાઇ પરમાર નામના યુવાને બુધવારે રાતે શાસ્ત્રી મેદાન પાસે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ખસેડાયો છે. સારવાર લઇ રહેલા ચિરાગ પાસેથી સ્યૂસાઇડ નોટ મળી હતી. જેમાં તેને હાર્દિક કૈલા, દર્શન, હસુ સાપાવડિયા, કાર્તિક ગાજીપરા, જિતેન્દ્ર વઘાસિયા, દીપ પટેલ, યોગી કોટક, નયન ઉદેશી, ભાવેશ ભરડવા, મીત ગણાત્રા અને સંજય ગમારા નામના વ્યાજખોરોના ત્રાસથી પગલું ભરી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.