દામનગર સેવા સહકારી મંડળી લી. ની ૭૩ મી વાર્ષિક સાધારણ સભા મળી ૩૫, લાખનો ચોખ્ખો નફો - ૧૦% ડીવીડન્ડ જાહેર - At This Time

દામનગર સેવા સહકારી મંડળી લી. ની ૭૩ મી વાર્ષિક સાધારણ સભા મળી ૩૫, લાખનો ચોખ્ખો નફો – ૧૦% ડીવીડન્ડ જાહેર


દામનગર સેવા સહકારી મંડળી લી. ની ૭૩ મી વાર્ષિક સાધારણ સભા મળી ૩૫, લાખનો ચોખ્ખો નફો - ૧૦% ડીવીડન્ડ જાહેર

દામનગર સેવા સહકારી મંડળી લી. ની ૭૩ મી વાર્ષિક સાધારણ સભા મળી ૩૫, લાખનો ચોખ્ખો નફો - ૧૦% ડીવીડન્ડ જાહેર દામનગર સેવા સહકારી મંડળી લી.ની ૭૩ મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. વાર્ષિક હિસાબો રજુ કરતા મંડળીના પ્રમુખશ્રી હરજીભાઈ નારોલાએ જણાવ્યું હતુકે વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન મંડળીએ ૩૫ લાખનો ચોખ્ખો નફો કરેલ છે. સભાસદોને ૧૦% ડીવીડન્ડ જાહેર કરવામાં આવેલ છે. ૬૩૭ સભાસદ ધરાવત્તી મંડળીનું ટર્નઓવર ૨૫ કરોડ ઉપરાંત થવા જાય છે. ધીરાણ ૧૦,૨૫ કરોડ છે. મંડળીનો ઓડીટ વર્ગ “અ” મળેલ છે. એન.પી.એ ૦ શુન્ય છે. વાર્ષિક સાધારણ સભામાં આ તકે અમરેલી જીલ્લા બેંક હેડ ઓફીસના સીનીયર અધિકારી શ્રી પરેશભાઈ કિકાણી, દામનગર શાખા મેનેજરશ્રી ભરતભાઈ પાડા, સુપરવાઈઝરો અમિતભાઈ નવાપરા તથા સંદીપભાઈ માંગરોળીયાએ કે.સી.સી તથા મા.મુલોન અને બેંક ની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી હતી.મંડળીની વ્ય.કમિટીની પાંચ વર્ષની મુદત માટે ચુટણીમાં સર્વશ્રી હરજીભાઈ નારોલા, રણછોડભાઈ બોખા, લાલજીભાઈ નારોલા, અરજણભાઈ નારોલા, ભીમજીભાઈ વાવડીયા, મનસુખભાઈ બોખા, ભીમજીભાઈ નારોલા, લાભુભાઈ નારોલા, પ્રિતેશભાઈ નારોલા, કરમશીભાઈ કાંસોદરીયા, વલ્લભભાઈ નારોલા, લાલજીભાઈ આસોદરિયા, મોહનભાઈ બુધેલીયા, બિનહરીફ ચુંટાયા છે. હરજીભાઈ નારોલા ની સતત ૩૦ મી વખત પ્રમુખ તરીકે વરણી થઇ છે.આજની વાર્ષિક સાધારણ સભામાં મંડળીઓના પ્રમુખશ્રી મોહનભાઈ ઇસામલીયા ઠાંસા, જાદવભાઈ સોજીત્રા પાડરશીંગા, રામદેવભાઈ પરમાર નારણગઢ, સુરેશભાઈ દેવાણી હાવતડ, શામજીભાઈ બારડ છભાડીયા, હસમુખભાઈ કળથીયા હજીરાધાર, રમેશભાઈ કળથીયા ધ્રુફણીયા, ઘનશ્યામભાઈ રાઠોડ કાંચરડી, હાજર રહ્યા હતા ઉપરાંત વિશાળ સંખ્યામાં મંડળીઓના સભાસદો હાજર હતા આભારવિધી મંડળીના મંત્રીશ્રી અનિલભાઈ જાગાણીએ કરી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.