અમરેલી બનાવટી લેટર કાંડ મુદ્દે સમસ્ત પટેલ યુવા આર્મી ટીમ આક્રમક મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી રજુઆત
અમરેલી બનાવટી લેટર કાંડ મુદ્દે સમસ્ત પટેલ યુવા આર્મી ટીમ આક્રમક મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી રજુઆત
અમરેલી બનાવટી લેટર કાંડ માં ફાટી ને ધુવાડે ગયેલ નેતા ઓ સામે સમસ્ત પટેલ સમાજ ના યુવાનો માં ભારે નારાજગી પ્રસરી આટલા બધા સમાજ ના ધારાસભ્યો સાંસદ સભ્યો સમાજ ના ઠેકેદારો સમાજ ની દીકરી નું સરઘસ કેમ ન રોકી શક્યા? સમાજ ની દીકરી ની ફજેતી છતાં મૌન કેમ ?
ચોક્કસ થી અમરેલી ના નેતા ની છબી ખરડવાના જે પ્રયાસ થયા એ નિમ્ન કક્ષાની વાત છે પણ એમાં વણવાકે કોઈ દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવું એ શું ઉચ્ચકક્ષાની વાત છે ? સર્વોચ્ચ અદાલતે ની પી ટી આઈ ની ગાઈડ લાઇન નો અમરેલી જિલ્લા ની બહાદુર પોલીસે ઉલાળીયો કેમ કર્યો ? આટલી બધી ખુશામત સામે સમસ્ત પટેલ સમાજ માં ભારે નારાજ યુવા આર્મી ટીમ ની મુખ્યમંત્રી અને ગુહમંત્રી સુધી રજુઆત
અમરેલી ની લાચાર દીકરી ની માફી સાથે સમસ્ત પટેલ યુવા આર્મી ટીમે જણાવ્યું હતું કે માફ કરજે દીકરી આ સમાજ વતી હું તારી માફી માગું છું આ સમાજનો એક પણ આગેવાન તારુ વણવાકે કઢાયેલું સરઘસ અટકાવી ના શક્યો માફ કરજે અમને કે અમે આ સમાજ માટે ગમે એટલું સારું કરવાની ભાવના ધરાવતા હોય છતાં તને મદદ ના કરી શક્યા ઉપર બેઠેલા સરદાર સાહેબ દુઃખ સાથે કહેતા હશે કે શું આ મારો સમાજ ?
આજે કહેતા રુવાડા ઉભા થાય છે કે આ નમાલો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે માન મોભો સાચવવામાં મર્યાદા ભૂલી ગયેલો આ સમાજ પતન તરફ આગળ વધતો હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે આપણી દીકરી આપણું સ્વાભિમાનની વાતો કરતો આપણો સમાજ એક પગાર પર કામ કરતી દીકરીની રાતે ધરપકડ થાય અને જાહેરમાં સરઘસ કઢાય આ વાત પર કેમ કાંઈ બોલતો નથી માયકાંગલાવ નેતા ઓએ બંગડી પહેરી લેવી જોઈએ તેમ સમસ્ત યુવા આર્મી ટીમ ના પ્રમુખ મહેશ નારોલા એ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મહાભારત માં દ્રૌપતી નું ચીર હરણ થયું ત્યારે વડીલો મૌન રહ્યા પરિણામે બાણશ્યા ઉપર રહેવું પડયું તેમ અત્યારે આટલું બધું ખોટું થતું હોય છતાં આગેવાનો મૌન રહે તે માયકાંગલા ની નિશાની છે આવનારી પેઢી ક્યારેય માફ નહિ આવા બહાદુર આગેવાનો ને કાયદા નીતિ નિયમો વિરુદ્ધ તંત્ર નો સતધારી પક્ષ ના નેતા દ્વારા આવો દૂર ઉપીયોગ કેમ? અનેક સવાલ કરતા મહેશ નારોલા એ જણાવ્યું હતું કે કોઈ મહિલા બાળક કાયદા ના સંઘર્ષ માં આવે તો તેનો ફોટો પ્રેસ આઉટ નહિ કરવા સ્પષ્ટ મનાઈ હોવા છતાં દરકાર કેમ ન લેવાય રાત્રી દરમ્યાન મહિલા ની અટકાયત નહિ કરવા રિકન્ટ્રક્શન નહિ કરવા સહિત ની બાબતો નું પાલન કેમ ન કરાયું ઈરાદા પૂર્વક નીતિ વિષયક બાબત નહિ હોવા છતાં ઓપનઇન કેસ હોવા છતાં પોલીસે રિમાન્ડ કેમ ? કોના કહેવાથી પી પી ને સતત ગેરહાજર રાખવાનું તરક્ત કરાયું જેવા અનેક સવાલ સાથે રાજ્ય ના મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રી સુધી સમસ્ત પટેલ યુવા આર્મી એ રજુઆત કરી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.