"આજે સિહોરની નામાંકિત સંસ્થા શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ ટ્રસ્ટ સંચાલિત શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય , સેન્ટ મેરી ઈંગ્લીશ મીડીયમ, આશ્રમશાળા -સિહોર ખાતે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી." - At This Time

“આજે સિહોરની નામાંકિત સંસ્થા શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ ટ્રસ્ટ સંચાલિત શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય , સેન્ટ મેરી ઈંગ્લીશ મીડીયમ, આશ્રમશાળા -સિહોર ખાતે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી.”


આજે 5-મી સપ્ટેમ્બર ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનની પસંદગી શિક્ષકદિન તરીકે પસંદ કરવામાં આવીહતી . આ દિને ભારતભરની શાળામાં વિદ્યાર્થીઓ શિક્ષક બનીને વિવિધ વિષયો ભણાવે છે. શિક્ષક તરીકેનો આનંદ વ્યક્ત કરે છે. ભવિષ્યમાં ભારતના ભાવિ નાગરિકોનું ઘડતર માટે કટિબદ્ધ બને છે. આજે અમારી શાળામાં શિક્ષકદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.
સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શરૂઆતમાં પ્રાર્થના ડાન્સ દ્વારા કરવામાં આવી.ત્યારબાદ આજે શિક્ષક બનેલા શિક્ષકોએ પોતાના અનુભવો રજુ કર્યા હતા. બાળકો દ્વારા તૈયાર કરેલ નાટક, ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા.

અંતે આચાર્યશ્રી ફાધર વિનોદે સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્યશ્રી ફાધરવિનોદે, જયસિંહસર, આચાર્યશ્રી ફાધર સિજુના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ ગણે આજના કાર્યક્રમને સફળ બનાવી રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.