શિહોર માં દેવુભાઈ ધોળકિયા હેલ્થ એન્ડ બ્લડ સ્ટોરેજ સેન્ટર નું ખતમુહૂર્ત કરાશે શિહોર માં રેડક્રોસ ભાવનગર દ્વારા હેલ્થ સેવાઓ અને બ્લડ સ્ટોરેજ સેન્ટર ની સેવાઓ પુરી પાડવા માં આવશે આગામી તા.૧૯ ના રોજ શિહોર ખાતે ત્રિવિધ સમારોહ યોજાશે
શિહોર માં દેવુભાઈ ધોળકિયા હેલ્થ એન્ડ બ્લડ સ્ટોરેજ સેન્ટર નું ખતમુહૂર્ત કરાશે
શિહોર માં રેડક્રોસ ભાવનગર દ્વારા હેલ્થ સેવાઓ અને બ્લડ સ્ટોરેજ સેન્ટર ની સેવાઓ પુરી પાડવા માં આવશે
આગામી તા.૧૯ ના રોજ શિહોર ખાતે ત્રિવિધ સમારોહ યોજાશે
શિહોર ખાતે ઉધોગ માં સેવારત અને અનેક સામાજિક સેવાઓ સાથે જોડાયેલા શ્રી દેવુભાઈ પુરુષોત્તમભાઈ ધોળકિયા ના ૮૬ માં વર્ષ માં પ્રવેશ નિમિતે શિહોર અને આસપાસ ના ગામ અને જરૂરીયાતમંદ લોકો ની સેવા થઈ શકે તે હેતુ થી શિહોર ખાતે પોતાની ૪૦૦ વાર જમીન ભેટ કરી તેમાં આધુનિક આરોગ્ય સંકુલ બનાવી ને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર ના બ્લડ સ્ટોરેજ સેન્ટર, ડે કેર સેન્ટર, લેબોરેટરી, મેમોગ્રાફી વિભાગ અને સ્પે. ડોકટર ની વિઝીટિંગ સેવાઓ ના વિશિષ્ટ ઉપક્રમ નું આયોજન કરવા માં આવેલ છે જે ભવન ના નિર્માણ માટે નું ખાતમુહૂર્ત તા.૧૯ ના રોજ સાંજે ૪-૩૦ કલાકે વ્રજવિહાર હવેલી સામે, કુંજ ગલી, શિહોર ખાતે તેમજ ત્રિવિધ કાર્યક્રમ સાંજે ૫-૩૦ કલાકે બંધન પાર્ટી પ્લોટ શિહોર ખાતે યોજાશે જેમાં દેવુભાઈ ધોળકિયા ના ૮૫ વર્ષ નિમિતે મણી મહોત્સવ શુભેચ્છા કાર્યક્રમ તથા શ્રી.હંસાબેન દેવુભાઈ ધોળકિયા ની સ્મૃતિ માં " આશા નું કિરણ" વંચિતો માટે વિદ્યાભ્યાસ શીર્ષક નીચે રોટરી કલબ ભાવનગર અને યુવા યુગ પરિવર્તન ગ્રુપ ના સહકાર થી અભ્યાસ વર્ગો શરૂ કરવા માં આવશે.આ સેવા યજ્ઞ માં દેવુભાઈ ધોળકિયા ,દીપકભાઈ ધોળકિયા તેમજ સમગ્ર પરિવાર જનો શુભેચ્છકો,મહેમાનો ઉપસ્થિત રહેશે.
આ સેવા કાર્ય માટે દેવુભાઈ ધોળકિયા દ્વારા તેમના સ્વજનો સ્વ. પુરૂષોત્તમભાઈ મણિલાલ ધોળકિયા તેમજ સ્વ.રમણિકભાઈ મણિલાલ ધોળકિયા પરિવાર હસ્તે હેમંતભાઈ ડી. ધોળકિયા અને ધોળકિયા પરિવાર દ્વારા શિહોર અને જરૂરીયાતમંદ ની સેવા માટે આ ઉપક્રમ નું આયોજન કરેલ છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.