કાલાવડ તાલુકાના નાનીવાવડી ગામના ખેડૂત ના મકાનમાં ધોળે દહાડે ચોરી થયાની ઘટના બનતાં ભારે ચકચાર કબાટમાં અન્ય સ્થળે રાખેલું ૧૭ તોલા સોનુ હાથ ન લાગતાં બચી ગયું કબાટમાં અન્ય સ્થળે રાખેલું ૧૭ તોલા સોનુ હાથ ન લાગતાં બચી ગયું - At This Time

કાલાવડ તાલુકાના નાનીવાવડી ગામના ખેડૂત ના મકાનમાં ધોળે દહાડે ચોરી થયાની ઘટના બનતાં ભારે ચકચાર કબાટમાં અન્ય સ્થળે રાખેલું ૧૭ તોલા સોનુ હાથ ન લાગતાં બચી ગયું કબાટમાં અન્ય સ્થળે રાખેલું ૧૭ તોલા સોનુ હાથ ન લાગતાં બચી ગયું


કાલાવડ તાલુકાના નાનીવાવડી ગામના ખેડૂત ના મકાનમાં ધોળે દહાડે ચોરી થયાની ઘટના બનતાં ભારે ચકચાર

માત્ર એક કલાક બંધ રહેલા મકાનમાંથી તસ્કરો રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા ૭.૩૦ લાખ ની મતા ચોરી ગયા ની ફરિયાદ

કબાટમાં અન્ય સ્થળે રાખેલું ૧૭ તોલા સોનુ હાથ ન લાગતાં બચી ગયું

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાનીવાવડી ગામમાં તસ્કરો ત્રાટકયા હતા, અને ધોળે દહાડે એક ખેડૂતના માત્ર એક કલાક પૂરતા બંધ રહેલા મકાનને નિશાન બનાવી લઈ અંદરથી ૪૭ તોલા સોનું અને ૮૦૦ ગ્રામ ચાંદી તેમજ એક લાખ ૬૦ હજારની રોકડ રકમ સાહિત્ય ૭ લાખ ૩૦ હજારની માલમતા ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. પોલીસ તંત્ર સમગ્ર મામલે તપાસ ચલાવે છે.ચોરીના આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના નાનીવાવડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા મનસુખભાઈ પરસોત્તમભાઈ સાંગાણી નામના ૬૦ વર્ષના ખેડૂત ગત નવમી તારીખે બપોરે દોઢ વાગ્યે પોતાના મકાનને તાળું મારીને પોતાની વાડીએ ગયા હતા. ત્યાંથી એક કલાક બાદ પરત ફરતાં તેમના મકાનના દરવાજાના નકુચા અને તાળા તૂટેલા જોવા મળ્યા હતા. જયારે અંદર જઈને તિજોરી વગેરેની ચકાસણી કરતાં કબાટ માં રાખેલો માલ સમાન રફે ડફે થઈ ગયેલો જોવા મળ્યો હતો. તેમજ તિજરીમાં રાખેલી રૂપિયા ૧,૬૦,૦૦૦ ની રોકડ રકમ ગાયબ થઈ ગઈ હતી. ઉપરાંત સોનાના અલગ અલગ ૨૬ જેટલા દાગીના કે જેનું વજન ૪૦૩ ગ્રામ થાય છે તેની જુના દાગીના તરીકે પોલીસે ગણતરી કરતા સાડા પાંચ લાખ રૂપિયા થાય છે, જ્યારે ૮૦૦ ગ્રામ ચાંદીના ઘરેણા ચોરાઈ ગયા હતા, જેની અંદાજે ૨૦,૦૦૦ રૂપિયા થાય છે. જે મળી કુલ ૭,૩૦,૦૦૦ ની માલમતા ની તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા.

ઉપરોક્ત ચોરીના બનાવ અંગે મનસુખભાઈ સાંગાણીએ કાલાવડ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં કાલાવડ ટાઉન ના પોલીસ ઇન્સ્પેક્ટર એન. વી. આંબલીયા તેઓની ટીમ સાથે બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી. જો કે ગામમાં બે સ્થળે સીસીટીવી કેમેરા જોવા મળ્યા પરંતુ તેમાં કોઈ અવરજવર દેખાઈ ન હતી. પોલીસ દ્વારા કોઈ ચોક્કસ ગેંગનું આ કારસ્તાન હોવાનું અનુમાન લગાવી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, અને ગુન્હા શોધક સ્વાન તેમજ ફોરેન્સિક નિષ્ણાંત ની મદદ લેવાઈ રહી છે. એલસીબી ની ટુકડી પણ આ બનાવ અંગે તપાસમાં જોડાઈ છે.

કબાટમાં અન્ય સ્થળે રાખેલું ૧૭ તોલા સોનુ હાથ ન લાગતાં બચી ગયું

મકાનમાલિક મનસુખભાઈ સાંગાણી ના ઘરમાં કબાટમાં હજુ અન્ય સ્થળે ૧૭ તોલા સોનાના દાગીના રાખવામાં આવ્યા હતા, પરંતુ તે દાગીના ઉપર તસ્કર ગેંગ ની નજર પડી ન હતી, અને તેનો બચાવ થયો હતો.

તસ્કા ટોળકી એ નાની વાવડી ગામમાં અન્ય બે મકાનોને પણ નિશાન બનાવ્યા

નાની વાવડી ગામમાં ૯ મી તારીખે ધોળે દિવસે ચોર ટોળકી ત્રાટકી હતી, અને ગામના પાદરમાં જ રહેતા મનજીભાઈ જીવરાજભાઈ પટેલના મકાનને સૌપ્રથમ નિશાન બનાવ્યું હતું, અને ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે મકાનમાંથી કશું હાથ લાગ્યું ન હતું. ત્યારબાદ તેની પાછળની શેરીમાં રહેતા ગોવિંદભાઈ પ્રેમજીભાઈ ગોંડલીયાના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, પરંતુ ત્યાંથી પણ કશું હાથ લાગ્યું ન હતું. ત્યારબાદ તસ્કરોએ મનસુખભાઈ સાંગાણી ના ઘરને નિશાન બનાવતાં મોટો દલ્લો હાથ લાગ્યો હતો, અને ચોરી કરીને ભાગી છુટ્યા છે. તેને પોલીસ શોધી રહી છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.