વિસાવદર કોર્ટમાં પી. જી.વી.સી.એલ.સબ ડિવિઝન નંબર (૧)ની ૪૬ દરખાસ્તોમાંથી માત્ર ચાર પેન્ડિંગ ૪૨ દરખાસ્તોમા મોટાભાગની રકમ જમા અમૂકમાં હપ્તાઓ કરી અપાયા
વિસાવદર કોર્ટમાં પી. જી.વી.સી.એલ.સબ ડિવિઝન નંબર (૧)ની ૪૬ દરખાસ્તોમાંથી માત્ર ચાર પેન્ડિંગ
૪૨ દરખાસ્તોમા મોટાભાગની રકમ જમા અમૂકમાં હપ્તાઓ કરી અપાયા
.વિસાવદર કોર્ટમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના સબ ડિવિઝન નંબર-(૧)ની કુલ-૪૬ દરખાસ્તો વિસાવદર પી.જી.વી.સી. એલ.કંપનીના પેનલ એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા દાખલ કરવામાં આવેલ હતી જેમાં માત્ર બે જ મહિના જેવા ટૂંકા ગાળામાં ૪૨ દરખાસ્તમાં લોક અદાલતમાં સમાધાનથી નિકાલ કરવામાં આવેલ છે જે પૈકી મોટાભાગની દરખાસ્તમાં પૂરેપૂરી રકમ જમા થયેલ છે અને અમુક દરખાસ્તમાં હપ્તા કરી આપવામાં આવેલ છે તથા અમુક દરખાસ્તમાં થ્રિ ટાયર સ્કીમનો લાભ લેવા માટે અરજદારો તરફથી અરજી કરવામાં આવતા કમિટી સમક્ષ મુકવામાં આવશે.જ્યારે નાની નાની રકમના હપ્તા કરી આપવામાં આવેલ હોય તેવા લોકો નિયમિત રીતે કોર્ટમાં થયેલ સમાધાન મુજબ પોતાની સામેની દરખાસ્તમાં નિયમિત હપ્તા ભરતા ચાલુ થઈ ગયેલ છે આ અંગે વિસાવદર પી.જી.વી. સી.એલ.કંપની સબ ડિવિઝન નંબર-(૧)ના અધિકારી શ્રીમતી ડી.એમ. વિસાવાડિયા મેડમના જણાવ્યા અનુસાર હવે માત્ર ચાર દરખાસ્ત ચાલુ છે જેમાં મિલકત જપ્તી માટેના વોરન્ટની પ્રક્રિયા ચાલુ હોય આ ઉપરાંત પી.જી.વી.સી.એલ સબ ડિવિઝન નંબર (૧) તરફથી બે નવા દાવા દાખલ કરવામાં આવેલ જેમાં પણ માત્ર એક માસમાં બન્ને દાવામાં પ્રતિવાદી ને બોલાવી સમાધાનની વાતચીત કરતા બન્ને દાવામાં પણ અમુક ટકા રકમ ભરપાઈ કરી દેવામાં આવેલ હોય આ બન્ને દાવા પણ આગામી લોક અદાલતમાં સમાધાનથી હપ્તા કરી કરારદાદ કરી નિકાલ કરવામાં આવનાર હોવાનું એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.