શેરીમાં માંડવો નાખવા મામલે મહિલાને ચાર મહિલા સહિત પાંચ શખ્સોએ ફટકાર્યા
પ્રિયદર્શન સોસાયટીમાં શેરીમાં માંડવો નાંખવા મામલે મહિલાને ચાર મહિલા સહિત પાંચ શખ્સોએ ફટકારતાં ઇજાગ્રસ્ત સુનિતાબેનને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે ધરમનગર પાસે પ્રિયદર્શન સોસાયટીમાં રહેતાં સુનિતાબેન ધર્મેન્દ્રભાઈ હજારી (ઉ.વ.38) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વર્ષાબેન કિશોર કોરડીયા, મોહિત કિશોર કોરડીયા, ત્રિવેણીબેન, પાયલબેન અને મિતલબેનનું નામ આપતા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પ્રાઈવેટ નોકરી કરે છે, તેમના પતિ ધર્મેન્દ્રભાઈ હજારી રીપેરીંગ કામની મજુરી કરે છે. સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. તેમની શેરીમાં વર્ષાબેન કોરડીયા અને તેમનો દીકરો મોહીત, ત્રીવેણીબેન તેમની વહુ પાયલબેન સાથે રહે છે. તેમની સાથે શેરીમાં રહેવા બાબતે અગાઉથી બોલાચાલી થયેલ હતી.
ગઈકાલે સવારના તેઓ નોકરી પરથી ઘરે પરત આવી ગયેલી હતી. ઘરે તેમના સાસુ રાધાબેન હાજર હતા અને દિકરો અને દીકરી સ્કૂલે ગયેલા હતા. તેઓ ઘરમાં સાફ સફાઈ કરતાં હતાં અને ઘરની બહારનો ઓટો ધોવા ગઈ ત્યારે ઘરની સામે રહેતા વર્ષાબેન ઘસી આવેલા અને જણાવેલ કે, મારા ઘરમાં પ્રસંગ છે અને મારે તમારી ઘરની સામે માંડવો નાંખવો છે, તુ દાદાગીરી કરતી નહીં તેમ કહી બોલાચાલી કરવા લાગેલ હતી.
ત્યારબાદ ઘરના સામે રહેતા ત્રીવેણીબેન તથા તેના વહુ પાયલબેનને તેણીએ બોલાવેલ જેથી તેણે આવીને બોલાચાલી કરી ઢીકામુકીનો માર મારેલ હતો. ત્યારબાદ ફરીથી બોલાચાલી શરૂ થઈ ગયેલ તે દરમ્યાન મિતલબેન જે શેરીમાં રહેતા હોય તે આવી જતા તેણે વર્ષાબહેન સાથે મળી ઢીકા-મુક્કીનો મારામાર્યો હતો. થોડીવાર બાદ વર્ષાબહેનનો દીકરો મોહીત આવી જતા તેણે પણ બોલાચાલી કરેલ અને નજીકમાં પડેલ કપડા ધોવાનો ધોકો માથામાં ઝીંકી દિધેલ હતો.
તેમજ વર્ષાબેને હાથ પકડીને ખેંચવા જતા હાથ મરડાઈ ગયેલ હતો. તેમજ આરોપીઓએ કહેલ કે, હવે પછી તમે કાંઈ કરશો તો તમને પતાવી દઈશુ તેમ ધમકી આપી નાસી છૂટ્યા હતાં. બાદમાં તેઓને ચક્કર આવતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
