-વિસાવદર પોસ્ટ ઓફિસમાં નોટરી સ્ટેમ્પ તથા અન્ય ટીકીટો ઉપલબ્ધ કરાવવાટિમ ગબ્બર ની રજુવાત
અમો ટીમ ગબ્બર ગુજરાતના કે.એચ.ગજેરા એડવોકેટ તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ આર.જોશી તથા તેમની ટીમ ગબ્બરને સ્થાનિક લોકોની અવાર -નવાર રજુઆતો આવેલ છે કે,જૂનાગઢ જિલ્લા વિસાવદર તાલુકાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા ઘણા સમયથી નોટરીની ટિકિટો આવતી નથી આ બાબતે અનેક વખત રજુઆતો કરવામાં આવે છે અને એક બે દિવસ પૂરતો ટિકિટોનો સ્ટોક મોકલવામાં આવે છે અને ત્યારબાદ લાંબા સમય સુધી ટિકિટો મોકલવામાં આવતી નથી જુનાગઢના પોસ્ટ ખાતાના અધિકારી સાથે વાત કરતા ટ્રેઝરી ઓફિસમાંથી કઢાવી લ્યો પોસ્ટની રાહ જોતા નહીં તેવા જવાબો અપાતા હોય તેથી વિસાવદર તાલુકાની પબ્લિક ખૂબ જ હેરાન થઈ રહી છે તેમજ આ પોસ્ટ ઓફિસમાં નોટરી સ્ટેમ્પ કે અન્ય ટીકીટો કે એ.ડી.સ્લીપો હોતી નથી.કર્મચારીને પૂછતા જણાવે છે કે સામગ્રીઓ ઉપરથી આવતી નથી.ઉપરાંત વિસાવદર પોસ્ટ ઓફિસના અધિકારીનો મોબાઈલ ઉપર સંપર્ક કરતા તેઓએ ટિકિટો મગાવેલ છે પરંતુ ઉપરથી મોકલતા નથી તેવા જવાબો આપે છે. અને સિસ્ટમનો ફોલ્ટ છે ઉપરથી બંધ છે તેવા જવાબો આપવામાં આવે છે જૂનાગઢ કચેરીમાં લેન્ડ લાઈન નંબર લાગતો નથી.અમોએ આ બાબતે તા.૦૬/૧૧/૨૩ ના રોજ પણ રજુઆત કરેલ છે સમગ્ર ગુજરાતમાં પણ આવો પ્રશ્ન હોય જેથી આ ફરિયાદ અરજી કરવાની ફરજ પડેલ છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.