સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન પર દબાણ કરનાર PSI-બિલ્ડર સામે થશે પોલીસ ફરિયાદ
શૈક્ષણિક અને વહીવટી નિર્ણયો લેવામાં એકને ગોળ અને બીજાને ખોળની નીતિ અપનાવાતા સભ્યોમાં ગરમાગરમી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુરુવારે મળેલી સિન્ડિકેટની મિટિંગમાં જુદા જુદા શૈક્ષણિક અને વહીવટી મુદ્દાઓ ઉપર નિર્ણય લેવામાં એકને ગોળ અને બીજાને ખોળની નીતિ અપનાવતા બઘડાટી બોલી હતી અને સભ્યોએ વાંધો ઉઠાવતા માહોલ તંગ બન્યો હતો. સિન્ડિકેટની બેઠકમાં જે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી તેમાં મુખ્યત્વે યુનિવર્સિટીની જમીન ઉપર એક જગ્યાએ પીએસઆઈએ બાંધકામ કર્યું હોવાનું, બીજી જગ્યાએ બિલ્ડરે દબાણ કર્યું હોવાનું અને ત્રીજી જગ્યાએ મોટી સંખ્યામાં ઝૂંપડાં ખડકાઈ ગયા હોવાનું બહાર આવતા આ મુદ્દે પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવા ઠરાવ કરાયો હતો અને તેમ છતાં પણ ઉકેલ ન આવે તો હાઈકોર્ટમાં ફરિયાદ કરવા નિર્ણય લેવાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.