કાલાવડ રોડ પરની નોવા હોટલમાં પટેલ યુવકનો ફાંસો ખાઈ આપઘાત: સાત પાનાની સ્યુસાઇડ નોટ મળી
કાલાવડ રોડ પર આવેલ સહજ નોવા હોટલમાં રોકાયેલા પટેલ યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને મૃતક પાસેથી સાત પાનાની સ્યુસાઇડ નોટ મળતાં તે પોલીસે કબ્જે કરી હતી. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ કાલાવડ રોડ પર પ્રેમમંદિર પાસે આવેલી સહજ નોવા હોટલમાં રૂમ નં. 301માં રોકાયેલા ઉર્મિલ જયેન્દ્રભાઈ ભીમાણી (ઉ.વ.27),(રહે. શીવશક્તિ કોલોની યુનિ. રોડ)એ આજે રાત્રે પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ મામલે હોટલના સ્ટાફને શંકા જતા અન્ય ચાવી વડે તેના રૂમનો દરવાજો ખોલી અંદર તપાસ કરતાં ઊર્મિલભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યાં હતાં.હોસ્પિટલના સ્ટાફે તત્કાલ 108ને જાણ કરાતા તેના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે જાણ થતાં યુનિવર્સીટી પોલીસ મથકના પીએસઆઈ રત્નું સહિતનો સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કારખાનુ ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. તે ગઈકાલે જ હોટલમાં ગયા બાદ રૂમ નં. 301માં રોકાયો હતો અને બાદમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેમજ હોટલના રૂમમાંથી એક સાત પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જે પોલીસે કબ્જે કરી હતી. સ્યુસાઇડ નોટમાં સામાજિક કારણ કારણભૂત હોવાનું જાણવા મળ્યું હતું.વધુમાં મૃતક તેના બનેવીના કારખાનામાં કામ કરતાં હતાં અને બે બહેન એક ભાઈમાં નાનો તેમજ અપરિણિત હતો. પરિવારના આધારસ્તંભ પુત્રના મોતથી પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.