રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર પ્રિ-મોન્સુન કામગીરીના અનુસંધાને ફરી પાછું નાટક - At This Time

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર પ્રિ-મોન્સુન કામગીરીના અનુસંધાને ફરી પાછું નાટક


જસદણ તાલુકાના આલણસાગર ડેમ ખાતે પૂર વ્યવસ્થાપન સંદર્ભે મોકડ્રીલ યોજાઇ

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જિલ્લા વહીવટી તંત્ર પ્રિ-મોન્સુન કામગીરીના અનુસંધાને એક્શન મોડમાં આવી ગયું છે. પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે વ્યવસ્થાઓની વાસ્તવિક સ્થિતિ ચકાસવા માટે સમયાંતરે મોકડ્રીલ યોજવામાં આવે છે. જેના અનુસંધાને જસદણ તાલુકાના આલણસાગર ડેમ ખાતે પૂર વ્યવસ્થાપન સંદર્ભે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મોકડ્રીલ દરમિયાન જસદણ તાલુકાના બાખલવડ ગામે આવેલા આલણસાગર ડેમમાં ઉપરના વિસ્તારમાં ભારે વરસાદ હોવાના કારણે પાણીની આવક વધવા લાગી હતી. ત્યારે એક વ્યક્તિ પાણીમાં ડૂબતો હોવા અંગે સિંચાઈ વિભાગના કર્મચારી દ્વારા મામલતદાર કચેરીના કંટ્રોલ રૂમ નંબર ૨૨૦૦૩૨ પર ટેલીફોનીક જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક કંટ્રોલ રૂમ ખાતેથી ફાયર સ્ટેશન અને ૧૦૮ એમ્બ્યુલન્સ હેલ્પલાઇનને જાણ કરી દેવામાં આવી હતી. આથી, ફાયર સ્ટેશનના કર્મચારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી જઈને ડુબતા વ્યક્તિને બચાવવાની કામગીરી કરી હતી. ત્યારપછી તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત જસદણની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ અસરગ્રસ્તની તાત્કાલિક સારવાર કરી હતી આ આખા નાટકમાં કર્મચારીઓનો અડધો દિવસ બગડયો હતો અને તેનાં પગારની રકમ લોકોના ટેકસ રૂપે ભરાતા રૂપિયામાંથી ગયાં હતાં વાસ્તવિકતા એ છે કે જસદણના આ ડેમમાં લોકો કુદરતી હાજતે જાય છે મહીલાઓ કપડાં ધોવે છે લોકો ગંદકી આ ડેમમાં ઠાલવે છે કાયમી કોઈ ચોકીદાર નથી નાની સિંચાઇ તંત્ર રગડ ધગડ ચાલે છે સરકારી હોસ્પિટલ તંત્ર દર્દીઓને ડોકટર દવાની અછત અને કામ કરવાની આળશે દર્દીઓને કોઈ વાંક વગર રાજકોટ રિફર કરે છે ત્યારે આવા નાટકો કરવાને બદલે તંત્ર ચોક્કસ કામગીરી કરે એવી લોકોમાં માંગણી ઊઠવા પામી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.