સતર્કતા:અજાણ્યા વાઇરસથી મહામારી ફેલાઈ શકે છે નવો પબ્લિક હેલ્થ ઇમરજન્સી કાયદો જરૂરી
કોરોના જેવી મહામારીમાંથી બોધપાઠ લઈને આફતનો સામનો કરવા માટે રચાયેલા નિષ્ણાંતોના સમૂહે નવો રિપોર્ટ આપ્યો છે. આ સમૂહે કાયદા, હેલ્થકેર સિસ્ટમ, સર્વેલન્સ તથા ડેટા મેનેજમેન્ટ દ્વારા આફત નિવારણ માટેનો એક્શન પ્લાન સૂચવ્યો છે. નીતિ આયોગના આ નિષ્ણાંતોના જૂથે ચેતવણી આપી છે કે અજાણ્યા પેથોજન્સ (વાઇરસ) ખાસ કરીને ઝુનોટિક એટલે કે એનિમલ, એવિયન અને પશુજન્ય સંક્રમિત રોગચાળો ફેલાવવાનું જોખમ છે. આંતરરાષ્ટ્રીય ટ્રાવેલમાં વધારો, લાઇવ સ્ટોકની હેરફેરમાં વધારો તથા વસ્તીની ગીચતામાં વધારો અને જળવાયુ પરિવર્તન દ્વારા પૈદા થયેલા ગ્લોબલ વોર્મિંગના કારણે મહામારીનો ખતરો છે. 100 દિવસનો મિશન પ્લાન
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.