ડિજિટલ લોન સીધા જ લોનધારકના ખાતામાં જમા થવી જોઇએ ઃ આરબીઆઇ
મુંબઇ,
તા. ૧૦આરબીઆઇ દ્વારા ડિજિટલ લોન માટેની ગાઇડલાઇન જાહેર કરવામાં
આવી છે. ગાઇડલાઇન મુજબ ડિજિટલ લોન સીધા જ લોનધારકના ખાતામાં જમા થવી જોઇએ. થર્ડ
પાર્ટીના માધ્યમથી આ રકમ જમા થવી જોઇએ નહીં. લોન માટેની ફી કે ચાર્જિસની ચુકવણી
લોનધારક પાસેથી નહીં પણ લોન આપનારી સંસ્થાએ કરવી જોઇએ. નવી ગાઇડલાઇન મુજબ
લોન આપનાર કંપની લોનધારકની મંજૂરી વગર ક્રેડિટ લિમિટમાં વધારો કરી શકે નહીં.
ઉલ્લેખનીય છે કે ડિજિટલ લોન માટેની ગાઇડલાઇન તૈયાર કરવા માટે રિઝર્વ બેંક ઓફ
ઇન્ડિયાએ ૧૩ જાન્યુઆરી, ૨૦૨૧માં
ખાસ વર્કિંગ ગુ્રપની રચના કરી હતી. લાંબા સમયની રાહ બાદ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા
(આરબીઆઈ)એ બહુચર્ચિત ડિજિટલ ધિરાણ માટેની
માર્ગદર્શિકા જારી કરી છે. રિઝર્વ બેન્કના નિયમન હેઠળની અથવા તો અન્ય કાયદા હેઠળ
જેને મંજુરી મળી હોય તેવી પેઢી જ ધિરાણ વ્યવસાય હાથ ધરી શકે છે તેવા ધોરણ પર આધારિત આ માર્ગદર્શિકા જારી
કરવામાં આવી છે. વધી રહેલી ગેરરીતિઓ તથા ગેરકાયદે પ્રવૃત્તિઓને અટકાવવા આ નવી
માર્ગદર્શિકા આવી પડી છે.ડિજિટલ ધિરાણદારોને રિઝર્વ બેન્કે ત્રણ જુથમાં વર્ગીકૃત
કર્યા છે. રીઝર્વ બેન્કના નિયમન હેઠળની પેઢીઓ જેને ધિરાણ વેપાર કરવાની છૂટ અપાઈ
હોય, રિઝર્વ
બેન્ક સિવાયની અન્ય નિયમનકારી સંસ્થા દ્વારા જેને ધિરાણ વેપાર કરવાની મંજુરી મળી
હોય તેવી પેઢી તથા નિયમનકારી ધોરણોની બહાર રહીને ધિરાણ કરતી હોય તેવી પેઢી.રિઝર્વ બેન્ક
દ્વારા જે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે, તે મુખ્યત્વે તેના નિયમન હેઠળની પેઢીઓ માટે છે. રિઝર્વ બેન્ક સિવાયની અન્ય નિયમનકારી સંસ્થા
દ્વારા જેને ધિરાણ વેપાર કરવાની મંજુરી મળી હોય તેવી પેઢી માટે જે તે નિયમનકારી
સંસ્થા દ્વારા ધોરણો ઘડી કઢાશે અને નયમનકારી ધોરણોની બહાર રહીને ધિરાણ કરતી હોય
તેવી પેઢી માટે ખાસ કાનૂનની રચના અથવા કેન્દ્રની દરમિયાનગીરીની જરૃરિયાત રહેશે
જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિને અટકાવી શકાય. ડિજિટલ ધિરાણને લગતા મુદ્દાનો અભ્યાસ કરવા અને નિયમો સૂચવવા
રિઝર્વ બેન્કે ૨૦૨૧માં ખાસ વર્કિંગ ગુ્રપની રચના કરી હતી. જુથ દ્વારા કરાયેલી
ભલામણોમાંથી કેટલીક ભલામણોના અમલ માટે સરકારની દરમિયાનગીરીની આવશ્યકતા હોવાનું પણ
રિઝર્વ બેન્કે જણાવ્યું છે. નિયમનકારી પેઢીઓ માટે રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે આ
ધિરાણદારો લોન્સ અથવા રિપેમેન્ટસના વ્યવહાર બોરોઅરના બેન્ક ખાતા અને મજકૂર પેઢીઓ
મારફત જ કરી શકાશે અને તેમાં કોઈ થર્ડ પાર્ટીનો સમાવેશ નહીં હોય. લોન સર્વિસ
પ્રોવાઈડરને ચૂકવવાની રહેતી ફીસ અથવા ચાર્જિસ
ધિરાણદારે ચૂકવવાના રહેશે અને નહીં કે બોરોઅરે.નવા ધોરણ પ્રમાણે ધિરાણદાર
બોરોઅરની સ્પષ્ટ મંજુરી વગર ધિરાણ મર્યાદામાં આપોઆપ વધારો કરી શકશે નહીં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.