રાજદના મંત્રીઓ નવી કાર ન ખરીદે, લોકોને પગે લાગવા ન દે ઃ તેજસ્વી
(પીટીઆઇ) પટણા,
તા. ૨૦બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી પ્રસાદ યાદવે બિહાર
કેબિનેટમાં સામેલ રાજદ સભ્યો માટે નવા દિશા નિર્દેશ જારી કર્યા છે. તેમણે ધારાસભ્યોને ચુસ્તપણે આ
દિશાનિર્દેશોનું પાલન કરવા જણાવ્યું છે. ટ્વિટર પર જારી કરેલા નવા દિશા નિર્દેશ અનુસાર પક્ષના
પ્રધાનોને નવી કાર ખરીદવાથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રધાનોએ
તેમના મુલાકાતીઓને પોતાને પગે લાગવાથી રોકવાના રહેશે. મુલાકાત સમયે નમસ્તે અને આદાબ દ્વારા અભિવાદન કરવાનું
રહેશે. ઉલ્લેખનીય છે કે રાજદના અનેક પ્રધાનો ક્રિમિનલ કેસોનો સામનોે કરી રહ્યાં
છે. પુષ્પગુચ્છ આપવાને બદલે પુસ્તકો અથવા પેન ભેટમાં આપવી જોઇએ. તેમણે પોતાના તમામ પ્રધાનોને સૌમ્ય અને શાલીન વ્યવહાર
કરવાની સાથે દરેક જાતિ અને ધર્મના ગરીબ લોકોની પ્રાથમિકતાને આધારે મદદ કરવાની સલાહ
આપવામાં આવી છે. તમામ વિભાગીય કાર્યોમાં મુખ્યપ્રધાન નીતીશકુમારના
નેતૃત્ત્વમાં ઇમાનદારી, પારદર્શકતા, તત્પરતા અને
ત્વરિત અમલીકરણની કાર્યશૈલીને વેગ આપવાનું જણાવવામાં આવ્યું છે. સરકારના વિવિધ
કાર્યો અને યોજનાઓનો પ્રચાર ઇન્ટરનેટ મીડિયા પર કરનવાની સલાહ આપવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.