દેશમાં કોરોનાના નવા ૧૭,૦૭૩ કેસ એક્ટિવ કેસો વધીને ૯૪,૪૨૦
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૭ભારતમાં કોરોનાના નવા ૧૭,૦૭૩ કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ
કેસોની સંખ્યા વધીને ૪,૩૪,૦૭,૦૪૬ થઇ ગઇ છે.
જ્યારે ચાર મહિના પછી પ્રથમ વખત દૈનિક પોઝિટીવ રેટ પાંચ ટકાને પાર થઇ ગયો છે તેમ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી વધુ ૨૧ મોત નોંધવામાં આવતા
કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૨૫,૦૨૦ થઇ ગયો છે.
દેશમાં એક્ટિવ કેસો વધીને ૯૪,૪૨૦ થઇ
ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ૧૮૪૪નો વધારો થયો છે. દૈનિક પોઝિટીવ રેટ ૫.૬૨ ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ ૩.૩૯
ટકા નોંધવામાં આવ્યો છે. ૧૩૯ દિવસ પછી દૈનિક પોઝિટીવ રેટ પાંચ ટકાને પાર થયો છે. રાષ્ટ્રવ્યાપી કોવિડ-૧૯ રસીકરણ અભિયાન હેઠળ કોરોના
વેક્સિનના કુલ ૧૯૭.૧૧ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા ૨૧ મોત પૈકી મહારાષ્ટ્રમાં
પાંચ, દિલ્હીમાં
ચાર, ગોવામાં
બે, પંજાબમાં
બે, જમ્મુ-કાશ્મીરમા
એક, ઉત્તર
પ્રદેશમાં એક મોત નોંધવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.