દેશમાં કોરોનાના નવા ૧૩,૩૧૩ કેસ એક્ટિવ કેસો વધીને ૮૩,૯૯૦ - At This Time

દેશમાં કોરોનાના નવા ૧૩,૩૧૩ કેસ એક્ટિવ કેસો વધીને ૮૩,૯૯૦


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૩ભારતમાં કોરોનાના ૧૩,૩૧૩ નવા
કેસ સામે આવતા કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૩૩,૪૪,૯૫૮ થઇ ગઇ છે.
બીજી તરફ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૮૩,૯૯૦ થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં
જણાવ્યું છે. કોરોનાને કારણે વધુ ૩૮ મોત નોંધવામાં આવતા કોરોનાનો કુલ
મૃત્યુઆંક વધીને ૫,૨૪,૯૪૧ થઇ ગયો છે
તેમ આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોમાં ૨૩૦૩ કેસોનો વધારો
નોૅધવામાં આવ્યો છે. દૈનિક પોઝિટીવ રેટ ૨.૦૩ ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ ૨.૮૧
ટકા થયો છે.રાષ્ટ્રવ્યાપી કોવિડ-૧૯ રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં
કોરોના વેક્સિનના ૧૯૬.૬૨ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં નોંધવામાં આવેલા
૩૮ મોત પૈકી ૨૦ કેરળમાં, ચાર
ઉત્તર પ્રદેશમાં, ત્રણ
દિલ્હીમાં, ત્રણ
મહારાષ્ટ્રમાં, બે
પંજાબંમાં, બે
પશ્ચિમ બંગાળમાં તથા એક-એક મોત હરિયાણા,
હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર
અને મિઝોરમમાં નોૅધવામાં આવ્યું છે.

આ દરમિયાન આજે ેકેન્દ્રીય આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામા
કોરોનાના વધી રહેલા કેસો અંગે બેઠક મળી હતી. આ બેઠકમાં કોરોના ટેસ્ટિંગનું પ્રમાણ
વધારવા અને કેસોની સંખ્યા પર ઝીણવટભરી નજર રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.