મારી પત્ની સાથે કેમ બોલે છે કહી કાકા પર ભત્રીજાનો હુમલો
ગાંધીનગર નજીક વલાદ ગામમાંઝઘડામાં વચ્ચે પડેલાં કાકીને પણ માર મારવામાં આવ્યો ડભોડા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરીગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા વલાદ ગામમાં મોડી રાત્રે અમદાવાદ
રહેતા બે ભત્રીજા કાકાના ઘરે પહોંચ્યા હતા અને મારી પત્ની સાથે કેમ બોલે છે તેમ
કહી ધોકા વડે માર માર્યો હતો. ઝઘડામાં વચ્ચે પડેલાં કાકીને પણ માર મારતા સારવાર
માટે ખસેડાયા હતા. આ મામલે ડભોડા પોલીસ બે શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ
શરૃ કરી છે.આ અંગે વલાદ ગામમાં રોહિતવાસમાં રહેતા શૈલેષકુમાર દલપતભાઈ
વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે,
શુક્રવારની મોડી રાત્રે તેઓ ઘરે હાજર હતા તે સમયે અમદાવાદ કલાપીનગર ખાતે રહેતા
તેમના કૌટુંબિક ભત્રીજા જયેશ મહેન્દ્રભાઈ વાઘેલા આવ્યા હતા અને કહ્યું હતું કે
મારા ભાઈ દીપકને અકસ્માત થયો છે તમે સાથે ચાલો. જેથી શૈલેષભાઈ તેમની સાથે જવા માટે
નીકળ્યા હતા ત્યારબાદ ફોન લેવા માટે ઘરે આવતા જયેશ તેમની પાછળ આવ્યો હતો અને તેની
સાથે દીપક પણ હતો. આ સમયે જયેસે કહ્યું હતું કે, તું મારી પત્ની સાથે કેમ બોલે છે અને ફોન કરે છે તેમ કહી
લાકડાના ધોકા વડે માર મારવાનું શરૃ કર્યુ હતુ. આ મારામારીમાં તેમની પત્નિ તરૃણાબેન
વચ્ચે પડતા તેમને પણ ગડદાપાટુનો માર માર્યોે હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી
આવ્યા હતા. આ સમયે જતાં જતાં જયેશએ કહ્યું હતું કે. આજે તો તું બચી ગયો છે હવે
સામે આવીશ તો તને અને તારા પરિવારને મારી નાખીશ. ત્યારબાદ ઘાયલ દંપતીને સારવાર
માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. હાલ તો આ મામલે ડભોડા પોલીસ
જયેશ અને દીપક વાઘેલા સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.