નેપાળમાં ટેકઓફ વખતે જ પ્લેન ક્રેશ:19 લોકો ફ્લાઇટમાં હતા; કાઠમાંડૂથી પોખરા જઈ રહી હતી ફ્લાઇટ; મોટી જાનહાનિની શક્યતા - At This Time

નેપાળમાં ટેકઓફ વખતે જ પ્લેન ક્રેશ:19 લોકો ફ્લાઇટમાં હતા; કાઠમાંડૂથી પોખરા જઈ રહી હતી ફ્લાઇટ; મોટી જાનહાનિની શક્યતા


નેપાળની રાજધાની કાઠમંડુમાં એક પ્લેન ક્રેશ થયું છે. પ્લેનમાં ક્રૂ સહિત 19 લોકો સવાર હતા. તે કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું. ફ્લાઇટે ત્રિભુવન એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. આના થોડા સમય બાદ તે સવારે લગભગ 11 વાગે ક્રેશ થયું હતું. વિમાન સૌર્ય એરલાઈન્સનું હતું. કાઠમંડુ પોસ્ટ અનુસાર, પોલીસ અને ફાયર ફાયટર્સની ટીમ ઘટનાસ્થળે બચાવ કામગીરી કરી રહી છે. હાલ અકસ્માતમાં જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી. જોકે, ઘટના સ્થળેથી બહાર આવેલી તસવીરોમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળે છે. અમે તેને સતત અપડેટ કરીએ છીએ..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.