શહેરા તાલુકાના ભદ્રાલા ગામે 500 થી વધુ લગ્ન નોંધણીમાં કઠિત કૌભાંડ બહાર આવ્યું - At This Time

શહેરા તાલુકાના ભદ્રાલા ગામે 500 થી વધુ લગ્ન નોંધણીમાં કઠિત કૌભાંડ બહાર આવ્યું


પંચમહાલ

શહેરા તાલુકાના ભદ્રાલા ગામે વર્ષ 2023મા તલાટી કમમંત્રી તરીકે ભદ્રાલા ગ્રામ પંચાયત નો ચાર્જ લીધો હતો જેમા 1 વર્ષ દરમિયાન પ્રવીણભાઈ પરમાર દ્વારા 500 જેટલા લગ્ન નોંધણી કરવામાં આવી હતી તેની જાણ વાલી વારસો દ્વારા ગામના સરપંચ ને કરાઈ હતી ત્યારે સરપંચ દ્વારા આ સમગ્ર ઘટના ને લઈ સરપંચ તથા ગ્રામ પંચાયત ના સભ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને લેખિત મા જાણ કરવામાં આવી હતી ત્યારે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટીની તપાસ કરતા તેઓ કાલોલ તાલુકાના મલાવ ગામે પણ ખોટા લગ્ન નોંધણી કર્યા હોવાનું જાણવા મળ્યું હતું જેમાં તલાટીકમ મંત્રી ને મલાવ ગામેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ દ્વારા તમામ લગ્ન નોંધણી ના દસ્તાવેજો ને તપાસ કરતા વિસનગતા જાણવા મળી હતી જેને લઈ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રવીણભાઈ પરમાર સામે કાર્યવાહી કરવા હેતુ જિલ્લા વિકાસ અધિકારી જણાવવામાં આવ્યું હતું હાલ પ્રવીણભાઈ ઘોઘંબા તાલુકા માં તેમની ફરજ નિભાવી રહયા છે પરંતુ સવાલ એ ઉભા થઇ રહયા છે કે તેઓ દ્વારા આ કઠિત કૌભાંડ ઘોઘંબા તાલુકામાં પણ સુ કરવામાં આવી રહ્યું હશે કે પછી આગાઉ મળેલી શિક્ષા ના કારણે તેમની ફરજ નિષ્પક્ષ નિભાવી રહયા હશે હાલ તો આ સમગ્ર કઠિત લગ્ન નોંધણી નું કૌભાંડ તો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ ટિમ તૈયાર કરી મુકવામાં આવે અને તેની તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત બહાર આવે તેવું છે

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.