શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોર સાહેબની અધ્યક્ષતામાં સંંતરામપુર થી પીટોલ અને પીટોલથી કાલાવાડ રૂટ ઉપર બે બસનું લોકાર્પણ - At This Time

શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોર સાહેબની અધ્યક્ષતામાં સંંતરામપુર થી પીટોલ અને પીટોલથી કાલાવાડ રૂટ ઉપર બે બસનું લોકાર્પણ


આજરોજ સંતરામપુર ડેપો ખાતે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઇ ડિંડોર સાહેબની અધ્યક્ષતામાં સંતરામપુરથી પીટોલ અને પીટોલથી કાલાવાડ રૂટ ઉપર નવીન બે બસોનુ લોકાર્પણ કરી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ રૂટ શરૂ થવાથી પ્રજાની સુવિધામાં વધારો થશે.આ પ્રસંગે તાલુકા મંડળના પ્રમુખ શ્રી બળવંતભાઈ પટેલીયા, તાલુકા તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરીશભાઈ વળવાઈ, BLO 1 શ્રી મહેન્દ્રભાઈ પટેલ, ડેપો મેનેજર શ્રી સંગાડા સાહેબ, એ.ટી.આઇ. શ્રી ટીના બાપુ, જુનિયર આસિસ્ટન્ટ શ્રી ડામોર સાહેબ, ટ્રાફિક કંટ્રોલર શ્રી મુન્નાબાપુ, હિતુ બાપુ સહિત પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીંસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.