કલામ કેમ્પસના વિદ્યાર્થીઓએ નાગનાથ મહાદેવના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી.
અમરેલી ડો.કલામ ઇનોવેટીવ સ્કૂલના વિદ્યાર્થીઓએ નવા કેલેન્ડર વર્ષની ઉજવણી માટે ભગવાન નાગનાથ મહાદેવના ચરણોમા શીશ ઝુકાવ્યું. આ અદ્ભુત ઉજવણીમાં તેઓએ શિવ સ્તુતિ અને હનુમાન ચાલીસાનો પાઠ પણ કર્યો. આ પાઠના માધ્યમથી તેઓ તેમની આધ્યાત્મિક ભાવનાઓ ભગવાન શિવ અને હનુમાન સમક્ષ પ્રગટ કરી. આ ઉજવણી માધ્યમથી તેઓને આધ્યાત્મિક વિકાસ અને પરંપરાગત સંસ્કૃતિની શ્રદ્ધા મળી.
આ ઘટના દરેક વિદ્યાર્થી અને શિક્ષકો માટે એક અદ્વિતીય અનુભવ હતો કલામ કેમ્પસના વિદ્યાર્થીઓની આ નવીનતમ અને પરંપરાગત ઉજવણી તેમની શૈક્ષણિક અને આધ્યાત્મિક પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.