NEET UGનું સિટી અને સેન્ટર મુજબનું પરિણામ જાહેર:સુપ્રીમ કોર્ટે 18મી જુલાઈના રોજ આદેશ આપ્યો હતો, આગામી સુનાવણી 22મીએ થશે
નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ આજે 20મી જુલાઈના રોજ NEET UG પરીક્ષાનું શહેર અને કેન્દ્ર મુજબનું પરિણામ જાહેર કર્યું. પરિણામ સત્તાવાર વેબસાઇટ nta.ac.in પર જાહેર કરવામાં આવ્યું છે. આમાં ઉમેદવારોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટના આદેશ પર ફરીથી પરિણામ જાહેર
18 જુલાઈના રોજ, સુપ્રીમ કોર્ટમાં NEET વિવાદ પર CJI બેન્ચ સમક્ષ ત્રીજી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે NTAને શનિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં તમામ ઉમેદવારોના પરિણામો વેબસાઇટ પર અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે પરિણામ અપલોડ કરતી વખતે ઉમેદવારની ઓળખ જાહેર ન કરવી જોઈએ. અમે આગામી સુનાવણી સોમવાર, 22 જુલાઈએ સવારે 10.30 વાગ્યે શરૂ કરીશું. જેથી બપોર સુધીમાં તારણો કાઢી શકાય. અમને બિહાર પોલીસના રિપોર્ટની કોપી પણ જોઈએ છે. સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો
સુપ્રીમ કોર્ટે સોમવાર સુધી કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો પણ ઇનકાર કરી દીધો હતો. સુનાવણી દરમિયાન, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકાર વતી કહ્યું હતું - કાઉન્સેલિંગમાં થોડો સમય લાગશે. તેની શરૂઆત 24મી જુલાઈની આસપાસ થશે. CJIએ કહ્યું- અમે સોમવારે જ સુનાવણી કરીશું. 18 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં ત્રીજી સુનાવણી હતી
ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં NEETમાં અનિયમિતતા સંબંધિત 40 અરજીઓ પર ત્રીજી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અગાઉ સુનાવણી 8 જુલાઈ અને પછી 11 જુલાઈએ થઈ હતી. CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ડિવિઝન બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો રજૂ કરી હતી. અરજદારના વકીલ એડવોકેટ નરેન્દ્ર હુડ્ડા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.