NEETમાં ગોધરા અને હજારીબાગ સેન્ટરથી કોઈ ટોપર નહીં:NTAએ SCમાં સ્વીકાર્યું કે બંને જગ્યાએ ગેરરીતિ થઈ, CBIએ અહીંથી ધરપકડ કરી
સુપ્રીમ કોર્ટના આદેશ પછી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ શનિવારે 20 જુલાઈના રોજ NEET UG પરીક્ષાનું શહેર અને કેન્દ્ર મુજબનું પરિણામ જાહેર કર્યું. પરિણામ સત્તાવાર વેબસાઇટ nta.ac.in પર જાહેર કરવામાં આવ્યું છે. આમાં ઉમેદવારોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. ખાસ વાત એ છે કે વિવાદાસ્પદ ગોધરા અને હજારીબાગ કેન્દ્ર પરથી કોઈ ઉમેદવાર ટોપર નથી. ગોધરાના જય જલરામ શાળા કેન્દ્રથી 2 વિદ્યાર્થીઓએ 600 માર્કસ મેળવ્યા છે. આ સિવાય કોઈપણ ઉમેદવારને 600થી વધુ માર્ક્સ મળ્યા નથી. હજારીબાગમાં 5 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાઈ હતી. સીબીઆઈએ 16 જુલાઈના રોજ હજારીબાગમાંથી રાજકુમાર ઉર્ફે રાજુની ધરપકડ કરી છે. હજારીબાગમાં પણ એક પણ પરીક્ષા કેન્દ્રમાંથી ટોપર નથી. 18 જુલાઈના રોજ NEET વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હતી. કોર્ટે NTAને શનિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં તમામ ઉમેદવારોના પરિણામો વેબસાઇટ પર અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ દરમિયાન NTAએ પણ ગોધરા અને પટનાના પરીક્ષા કેન્દ્રોમાં ગેરરીતિઓ અંગે સુપ્રીમ કોર્ટમાં કબૂલાત કરી છે. NEETની પરીક્ષા 5 મેના રોજ 4,750 કેન્દ્રો પર યોજાઈ હતી. તેમાં 24 લાખ ઉમેદવારો સામેલ થયા હતા. સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાની ના પાડી હતી
સુપ્રીમ કોર્ટે સોમવાર સુધી કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો પણ ઇનકાર કરી દીધો હતો. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકાર વતી કહ્યું હતું- કાઉન્સેલિંગમાં થોડો સમય લાગશે. તેની શરૂઆત 24મી જુલાઈની આસપાસ થશે. CJIએ કહ્યું- અમે સોમવારે જ સુનાવણી કરીશું. 18 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં ત્રીજી સુનાવણી હતી
ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં NEETમાં અનિયમિતતા સંબંધિત 40 અરજીઓ પર ત્રીજી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અગાઉ સુનાવણી 8 જુલાઈ અને પછી 11 જુલાઈએ થઈ હતી. CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ડિવિઝન બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો રજૂ કરી હતી. અરજદારના વકીલ એડવોકેટ નરેન્દ્ર હુડ્ડા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.