NEET પેપર લીકનો રેલો તેજસ્વી યાદવ સુધી પહોંચ્યો!:પૂર્વ ડે. સીએમના પર્સનલ સેક્રેટરીએ માસ્ટરમાઇન્ડ માટે રૂમ બુક કરાવ્યો, બિહારના Dy. CM વિજય સિન્હાનો દાવો - At This Time

NEET પેપર લીકનો રેલો તેજસ્વી યાદવ સુધી પહોંચ્યો!:પૂર્વ ડે. સીએમના પર્સનલ સેક્રેટરીએ માસ્ટરમાઇન્ડ માટે રૂમ બુક કરાવ્યો, બિહારના Dy. CM વિજય સિન્હાનો દાવો


બિહારમાં NEET પેપર લીકના સંદર્ભમાં, શિક્ષણ મંત્રાલયે બિહાર પોલીસના આર્થિક અપરાધ એકમ પાસેથી વિગતવાર અહેવાલ માગ્યો છે. શિક્ષણ મંત્રાલયે એમ પણ કહ્યું કે NEET સંબંધિત ગ્રેસ માર્ક્સનો મુદ્દો ઉકેલાઈ ગયો છે. અહીં, બિહારના ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ દાવો કર્યો છે કે આ કેસના તાર તેજસ્વી યાદવ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ઉમેદવારો જે ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો, તે રૂમ તેજસ્વીના પીએસ પ્રીતમે બુક કરાવ્યો હતો. પટનામાં પરીક્ષામાં થયેલી ગેરરીતિઓને લઈને બિહાર પોલીસની તપાસ એજન્સી પાસેથી વિગતવાર રિપોર્ટ માગવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સરકારે પુનરોચ્ચાર કર્યો હતો કે આ બાબતમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિ/સંસ્થા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેજસ્વી યાદવ સાથે જોડાયા તાર:વિજય સિન્હા
બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હાએ NEET પરીક્ષા મુદ્દે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો દાવો કર્યો છે. NEET પેપર લીકમાં કેટલાક આરોપીઓ સરકારી ગેસ્ટ હાઉસમાં રોકાયા હોવાની વાત સામે આવી છે. વિજય સિન્હાનો દાવો છે કે ગેસ્ટ હાઉસના કર્મચારીને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વીના પીએસ પ્રીતમ કુમારે બોલાવ્યા હતા. આ પછી ત્યાં રૂમ બુક કરાવ્યો હતો. ગેસ્ટ હાઉસના એન્ટ્રી રજિસ્ટરમાં અનુરાગ યાદવનું નામ છે. તેની બાજુમાં મંત્રીજી લખેલું છે. વિજય સિન્હાનો દાવો છે કે આ મંત્રીજી તેજસ્વી યાદવ માટે લખવામાં આવ્યું હતું. વિજય સિન્હાએ કહ્યું કે 1 મેના રોજ તેજસ્વી યાદવના અંગત સચિવ પ્રીતમ કુમારે ગેસ્ટ હાઉસના કર્મચારી પ્રદીપ કુમારને ફોન કર્યો અને સિકંદર કુમાર યાદવેન્દુ માટે રૂમ બુક કરવા કહ્યું. સુપ્રીમ કોર્ટને 10 નક્કર પુરાવા મોકલવામાં આવી શકે છે
અહીં, બિહાર પોલીસની તપાસ એજન્સી SIT NEET UG પેપર લીક કેસમાં તપાસમાં વ્યસ્ત છે. દેશના 24 લાખ NEET ઉમેદવારો આ એજન્સીની તપાસ પર પોતાની આશાઓ બાંધી રહ્યા છે. ઉમેદવારોને આશા છે કે તપાસ એજન્સી સુપ્રીમ કોર્ટમાં પુરાવા રજૂ કરશે. NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં 8 જુલાઈએ સુનાવણી થવાની છે. એજન્સીએ ઘટનાસ્થળેથી મળી આવેલા બળેલા પ્રશ્નપત્ર સહિત તમામ પુરાવા અને અન્ય પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સી પાસે એવા મજબૂત પુરાવા છે જેને રજૂ કર્યા બાદ સુપ્રીમ કોર્ટ અંતિમ નિર્ણય લઈ શકે છે. પરીક્ષાર્થીઓ અને પરીક્ષા માફિયાઓની ધરપકડ અને તેમની પાસેથી મળેલા પુરાવાના આધારે તપાસ એજન્સી દાવો કરે છે કે પેપર લીક થયું હતું. કોંગ્રેસ-અધ્યક્ષ ખડગેએ પીએમને પૂછ્યું- NEET પરીક્ષા પર ક્યારે ચર્ચા કરીશું?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ NEET પેપર લીકને લઈને પીએમ મોદી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પૂછ્યું કે પીએમ પરીક્ષાની ખૂબ ચર્ચા કરે છે. આપણે NEET પરીક્ષા વિશે ક્યારે ચર્ચા કરીશું? NEET પરીક્ષા ક્યારે રદ થશે? મોદીજી, તમારી સરકારની ગેરરીતિ અને NEET પરીક્ષામાં પેપર લીક થવાને રોકવાની જવાબદારી પણ ઉઠાવો. 2 ઉમેદવારની અઢી કલાક પૂછપરછ કરવામાં આવી હતી
NEET પેપર લીક કેસમાં, બે ઉમેદવારો બુધવારે આર્થિક અપરાધ એકમ (EOU)ના પટના મુખ્યાલય પહોંચ્યા. આ બંને ઉમેદવારોની લગભગ અઢી કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. બખ્તિયારપુરની રહેવાસી ઈશા તેનાં માતા-પિતા સાથે આવી હતી. જ્યારે બીજી યુવતી તેના પિતા અને કાકા સાથે આવી હતી. ઈશાએ પૂછપરછ કરતા પહેલાં કહ્યું હતું કે તે ઈકોનોમિક ઓફેન્સ યુનિટની તપાસમાં સહયોગ કરશે. તેના પિતા સાથે પહોંચેલી બીજી છોકરીએ તેનું નામ જાહેર કર્યું ન હતું. તેણે સ્પષ્ટપણે કંઈપણ કહેવાની ના પાડી. EOUએ ઉમેદવારો તેમજ તેમનાં માતા-પિતાની પૂછપરછ કરી છે. અગાઉ EOUએ 9 ઉમેદવારોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. બે ઉમેદવારો પૂછપરછ માટે પહોંચ્યા. ગેસ્ટહાઉસમાં રહેતા લોકો તેજસ્વીના પીએસની નજીક છે: ડેપ્યુટી સીએમ
NEET પેપર લીક કેસમાં ઉમેદવારોને NHAIના ગેસ્ટ હાઉસમાં રોકાવાની વાત થઈ હતી. આ અંગે બિહારના ડેપ્યુટી સીએમ વિજય સિન્હાનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે બુધવારે અધિકારી સાથે તેમની બેઠક થઈ હતી. મળતી માહિતી મુજબ માર્ગ બાંધકામ વિભાગ તરફથી કોઈ ફાળવણી કરવામાં આવી નથી. મળતી માહિતી મુજબ, પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવના પીએસ પ્રીતમે ગેસ્ટ હાઉસમાં એક રૂમ બુક કરાવ્યો હતો. કેસની સંપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. ગુનેગાર સામે કાર્યવાહી કરવામાં આવશે. NEET પેપર લીકમાં સરકારી ગેસ્ટ હાઉસનો ઉપયોગ
ભાસ્કરની તપાસમાં જે બાબતો સામે આવી છે તે ચોંકાવનારી છે. NEET પેપર લીકમાં સરકારી ગેસ્ટ હાઉસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ગેસ્ટ હાઉસના એન્ટ્રી રજિસ્ટરમાં અનુરાગ યાદવનું નામ નોંધાયેલું છે. NEET પેપર લીક કેસમાં પોલીસે અનુરાગ યાદવની ધરપકડ કરી હતી. આ ગેસ્ટ હાઉસમાંથી ઉમેદવારોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ઉમેદવારોને 24 કલાક અગાઉ પેપર કંઠસ્થ કરાવવામાં આવી રહ્યાં હતાં. સિકંદરે નિવેદનમાં ગેસ્ટ હાઉસનું નામ પણ લીધું છે, અનુરાગ યાદવ સિકંદરનો સંબંધી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.