NEET વિવાદ: SCએ કહ્યું- પેપર લીક થયું એ વાત સાચી:પરીક્ષા કે પરિણામની કોઈ પ્રોસેસ ફરી નહીં થાય, હવે જેને તકલીફ હોય તે તેમના રાજ્યની HCમાં અપીલ કરે
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે NEET-UG પરીક્ષામાં કોઈ પદ્ધતિસરનો ભંગ થયો નથી, એટલે કે આ પરીક્ષામાં કોઈ પદ્ધતિસરની ગેરરીતિઓ જોવા મળી નથી. પેપર માત્ર બે કેન્દ્ર- પટના અને હજારીબાગમાં લીક થયું હતું. કોર્ટે NTA પર દેખરેખ રાખવા માટે રચાયેલી નિષ્ણાત સમિતિને કહ્યું છે કે NEET પરીક્ષા માટે SOP તૈયાર કરો, સાથે જ સાયબર સુરક્ષામાં ખામીઓને પણ ઓળખો. સમિતિ પાસેથી 30 સપ્ટેમ્બર સુધીમાં જવાબ માગવામાં આવ્યો છે. NEET વિવાદ પર સુુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું હતું કે પેપર લીક થયું એ વાત સાચી છે, એના પર કોઈ વિવાદ નથી. જોકે અમે ગ્રેસ માર્ક્સવાળા વિદ્યાર્થીઓ માટે પુનઃપરીક્ષા લેવડાવી છે, હવે કોઈને તકલીફ હોય તો તેઓ તેમના રાજ્યની હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. 22 જૂને કેન્દ્ર સરકારે NTAની સમગ્ર સિસ્ટમની તપાસ માટે ઈસરોના પૂર્વ અધ્યક્ષ કે રાધાકૃષ્ણનના નેતૃત્વમાં નિષ્ણાત સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી. કોર્ટે આ સમિતિને 8 મુદ્દા પર કામ કરવા કહ્યું છે. NEET વિવાદ પર 40 અરજી પર 8થી 23 જુલાઈ વચ્ચે સુનાવણી થઈ
NEETમાં અનિયમિતતા સંબંધિત 40 અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગેની સુનાવણી 23 જુલાઈએ પૂરી થઈ હતી. કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. જોકે ત્યારે કોર્ટે કહ્યું હતું કે NEET પરીક્ષા ફરીથી લેવામાં આવશે નહીં, કારણ કે સમગ્ર પરીક્ષામાં ગેરરીતિના પૂરતા પુરાવા નથી. તપાસમાં જે પણ દોષિત જણાશે તેને પ્રવેશ નહીં મળે અને તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. NTAએ 25 જુલાઈના રોજ NEET-UG 2024નું સુધારેલું પરિણામ જાહેર કર્યું હતું. આ પછી ઓલ ઈન્ડિયા રેન્કમાં પ્રથમ સ્થાને 17 ઉમેદવાર બાકી છે. શરૂઆતમાં તેમની સંખ્યા 67 હતી, જ્યારે ગ્રેસ માર્ક્સ દૂર કર્યા પછી પ્રથમ આવનાર ઉમેદવારોની સંખ્યા 61 થઈ ગઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.