દિવાળી દરમ્યાન એસ.ટી.માં રેકોર્ડબ્રેક ઓનલાઈન બુકીંગ થયુ: રૂા.2.98 કરોડની જંગી આવક પણ થઈ - At This Time

દિવાળી દરમ્યાન એસ.ટી.માં રેકોર્ડબ્રેક ઓનલાઈન બુકીંગ થયુ: રૂા.2.98 કરોડની જંગી આવક પણ થઈ


તાજેતરમાં પુર્ણ થયેલા દિવાળીના તહેવારો દરમ્યાન દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ એસટી નિગમ દ્વારા રાજકોટ સહિત રાજયભરમાં એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવેલ હતું. આ આયોજન દરમ્યાન રાજયભરમાં એસ.ટી. નિગમે 2200 જેટલી એકસ્ટ્રા બસો દોડાવી હતી. આ એકસ્ટ્રા સંચાલન અને રેગ્યુલર સંચાલન દરમ્યાન એસટી નિગમને રેકોર્ડબ્રેક આવક થવા પામી છે અને રેકોર્ડબ્રેક સંખ્યામાં મુસાફરોએ મુસાફરી પણ કરી હતી.
ખાસ કરીને ચાલુ વર્ષે એસટી નિગમમાં રેકોર્ડબ્રેક સંખ્યામાં ઓનલાઈન બુકીંગ થયેલ હતું. આ અંગેની એસટી નિગમના સૂત્રોમાંથી મળતી વધુ વિગતો અનુસાર ચાલુ વર્ષે તા.7થી16 દરમ્યાન 1.31 લાખ જેટલા મુસાફરોએ ઓનલાઈન બુકીંગ કરાવેલ હતું. આ ઓનલાઈન બુકીંગ થકી એસટી નિગમને રૂા.2.98 કરોડની જંગી આવક પણ થવા પામી હતી.
વધુમાં એસટી નિગમના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત તા.7થી16 દરમ્યાન રાજયભરમાં 1.53 કરોડ મુસાફરોએ જુદા જુદા રૂટો પર મુસાફરી કરી હતી અને આ રેગ્યુલર સંચાલન થકી એસટી નિગમને રૂા.91.88 કરોડની વિક્રમી આવક પણ થવા પામી હતી. તેમજ એસટી નિગમને એકસ્ટ્રા સંચાલન થકી રૂા.9.57 કરોડની નોંધપાત્ર આવક થઈ હતી. આ એકસ્ટ્રા સંચાલનમાં 4.83 લાખ જેટલા મુસાફરોએ લાભ લીધો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.