મારો દીકરીનો જન્મ દાખલો તરત જ નીકળી ગયો - સિરોદરિયા વૃંદાવન - At This Time

મારો દીકરીનો જન્મ દાખલો તરત જ નીકળી ગયો – સિરોદરિયા વૃંદાવન


મારો દીકરીનો જન્મ દાખલો તરત જ નીકળી ગયો - સિરોદરિયા વૃંદાવન
---------
ગીર સોમનાથ તા.૫ વેરાવળના સિરોદરિયા વૃંદાવન પોતાની દીકરીનો દાખલો કઢાવવા માટે નગરપાલિકા ખાતે આવેલ જન્મ-મરણ નોંધણી રજીસ્ટ્રારની કચેરીએ આવ્યા હતા. તેમણે તેમના અનુભવ વિશે જણાવ્યું કે, અત્રેની કચેરી ખાતે કોઇપણ અડચણ વગર સરળતાથી મારી દીકરીનો દાખલો નીકળી ગયો છે. હવે રાજ્ય સરકાર દ્વારા દીકરીઓને મળતા સરકારી લાભ માટે હું આરામથી અરજી કરી શકીશ. આ રીતે મારી દીકરીનું ભવિષ્ય પણ સુરક્ષિત થશે.
સિરોદરિયા વૃંદાવને વધુમાં જણાવ્યું હતું કે, વેરાવળ નગરપાલિકામાં જન્મ-મરણ નોંધણી વિભાગમાં મારી દીકરીનો જન્મ તારીખનો દાખલો કાઢવા માટે મેં અરજી આપી હતી. અરજી આપ્યાના ટૂંકા સમયમાં મને મારી દીકરીના જન્મનું પ્રમાણપત્ર કાઢી આપવામાં આવ્યું હતું. મને કોઈપણ જાતની મુશ્કેલી પડી નથી અને આવી સુદ્વઢ વ્યવસ્થાઓ બદલ રાજ્ય સરકાર અને નગરપાલિકાનો તેમણે આભારની લાગણી વ્યક્ત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.