રાજકોટમાં 108 માટે AIનો ઉપયોગ, દર્દી સુધી સૌથી ઝડપી પહોંચવાનો દેશમાં વિક્રમ થશે, બે દી’માં ટ્રાયલ
મનપાની ATCS અને 108ની રિસ્પોન્સ સિસ્ટમને એકબીજા સાથે જોડવામાં આવશે.
સમગ્ર રાજ્યમાં સૌથી પહેલા ટ્રાફિક સિગ્નલ એ.આઈ. અને 108ની એ.આઈ.ને મર્જ કરવાનું કામ વડોદરામાં થયું હતું. હાલ ત્યાં મુખ્ય ચાર રોડ કે જેને આદર્શ માર્ગ તરીકે નોંધવામાં આવ્યા છે ત્યાં આ રીતે ટ્રાફિક સિગ્નલ કામ કરી રહ્યા છે. રાજકોટમાં પણ કાલાવડ રોડ પર આ પ્રયોગ તે જ સમયે થઈ ગયો હતો પણ કાર્યરત થયું નથી. જોકે સમગ્ર શહેરમાં ઈમર્જન્સી સુધી પહોંચવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે તેવી રાજકોટ ગુજરાતની પ્રથમ મહાનગરપાલિકા બનશે.
હાલ 108નો સરેરાશ રિસ્પોન્સ સમય 11 મિનિટ, AI કારણે3 મિનિટનો ઘટાડો થશે
અમદાવાદ 10.5, દિલ્હીમાં 9 મિનિટ રાજકોટમાં 8 મિનિટમાં 108 પહોંચશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.