તુષારભાઈ પિયુષભાઈ ભસ્તાના દ્વારા માંગરોળ માં પૂજ્ય મુક્તાનંદ બાપુ નાં પ્રાગટ્ય દિવસ નિમિતે જીવન મા પ્રથમ વાર રકતદાન
માંગરોળ માં ક્યારેય બ્લડ કેમ્પ હોયવ ત્યારે નિયમિત રક્તદાતાઓ માં પિયુષભાઈ ભસ્તાના નિયમિત અખંડ દાતા રહ્યા છે
અને આ પિયુષભાઈ ભસ્તાનાં કોરોનેશન હાઇસ્કુલ અને આજ નું કેકાં શાસ્ત્રી વિદ્યાલય નાં સ્વર્ગસ્થ પ્રાધ્યાપક સ્વ. ભસ્તાના સાહેબ નાં સુપુત્ર થાય છે ગત તા.૧૭-૦૫-૨૦૨૪ શુક્રવાર નાં રોજ મુરલીધર વાડી માં પૂજ્ય મૂકતા નંદ બાપુ (ચાંપરડા) ની જન્મ દિવસ નિમિત્તે ગૌ રક્ષા સેના આયોજિત બ્લડ કેમ્પ માં
આજ પરિવાર નાં તરૂણ એવા તુષાર પિયુષભાઈ ભસ્તાના દ્વારા આ બ્લડ કેમ્પ માં ભસ્તાનાં પરિવાર ની આ સમાજ લક્ષી અભૂતપૂર્વ સેવા ને અવિરત રાખતા તુષાર ભાઈ ભસ્તાના જીવન માં પ્રથમ વાર બ્લડ ડોનેટ કરી અને એક ઉદ્દાત સેવા ને જીવંત બનાવી
તુષાર ભાઈ ને પણ પ્રથમ રકતદાન કરવા બદલ વંદેમાતરમ્ ગ્રુપ તરફ થી હાર્દિક અભિનંદન.....
કારણ આ સેવા સામાજિક દાયિત્વ છે અને આ દાન અન્ય નું જીવન બક્ષતું દાન છે માનવ જીવન માં આપણે કોઈ ને જીવન નથી આપી શકતા માત્ર રકતદાન એકજ એવો અવસર છે જેના દ્વારા મૃત્યુ ની નજીક પહોંચેલા લોકો ને જીવતદાન મળે છે
તુષારભાઈ અને પરિવાર ની રક્તદાન ક્ષેત્રે ખુબ જ મોટી ને વંદનિય સેવા રહી છે. પિયુષ ભાઈ લગભગ ૪૮ વખત રક્ત દાન કરી શુકયા છે જ્યારે પિયુષભાઈ ના ધર્મ પત્નિ પણ રક્ત દાતા છે ગય કાલ ના કેમ્પ પણ રક્ત દાન કરવાં માટે પધારેલા પરંતુ એમનું HB ડાઉન હોવાથી બ્લડ બેંક ના ડોક્ટર દ્વારા તેમનું બ્લડ ન લેવા મા આવ્યું એમણે ફરી રિકવેશ કરી કે લય લ્યો મારું બ્લડ મને કોઈ દિવસ કોઈ તકલીફ નથી,,, આમ આ પરિવાર હોંશે હોંશે રક્ત દાન કરે છે.આપ ભસ્તાના પરિવાર ને હ્રદય થી વંદન છે.
૧૭/૫/2024 ના મુક્ત નંદ બાપુ ની જન્મ જયંતી નિમિત્તે રક્ત દાન કરનાર રત્ન તુલ્ય આપ સર્વે વડિલ બંધુઓ માતા ઓ બહેનો રક્ત દાતા શ્રી ઓ ને બાપુ ના આશીર્વાદ સદૈવ રહે અને ભોળા નાથ ની કૃપા થી આપ રક્ત દાન કરતા રહો તેવી પ્રાર્થના છે.
રિપોર્ટર સુદીપ ગઢીયા -9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.