જીઈબીના મીટર રીડિંગ કરવાના બહાને ઘરફોડ ચોરી કરતો ઈસમ ઝડપાયો
ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે દહેગામ તેમજ ચિલોડામાં તસ્કરી કરનાર અમદાવાદના ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે આરોપી પાસેથી એક મોબાઇલ ફોન એક નંબર પ્લેટ વગરની એકટીવા તેમજ રોકડ મળી કુલ રૂપિયા 82, 000નો મુદ્દા માલ કબજે લઈને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્યાર સુધીમાં આરોપી વિરુદ્ધ દહેગામ પોલીસ સ્ટેશનમાં ત્રણ તેમજ ચિલોડા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે આ ઉપરાંત અમદાવાદમાં પણ પાંચથી વધુ પોલીસ મથકોમાં ઝડપાયેલા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.