‘ધ બ્લફ’ ના શૂટિંગ દરમિયાન ઘાયલ થઇ પ્રિયંકા ચોપરા, સ્ટંટ સીન શૂટ કરતી વખતે ગળામાં થઇ ઇજા - At This Time

‘ધ બ્લફ’ ના શૂટિંગ દરમિયાન ઘાયલ થઇ પ્રિયંકા ચોપરા, સ્ટંટ સીન શૂટ કરતી વખતે ગળામાં થઇ ઇજા


પ્રિયંકા ચોપરા આ દિવસોમાં બોલિવૂડમાં જ નહીં, પરંતુ હોલિવૂડ માટે પણ ફેમસ બની ગઇ છે. અભિનેત્રી બેક ટૂ બેક અનેક ફિલ્મોમાં કામ કરી રહી છે. લાંબા સમયથી પ્રિયંકા કોઇ પણ બોલિવૂડ ફિલ્મમાં જોવા મળી નથી. એવામાં ફેન્સ હવે પ્રિયંકાની અપકમિંગ મુવીને લઇને સુપર એક્સાઇટેડ છે. આમ, પ્રિયંકા સોશિયલ મિડીયામાં એક્ટિવ રહે છે. એક્ટ્રેસ નાની-મોટી તેમજ લેટેસ્ટ જાણકારી ફેન્સ સાથે શેર કરતી રહે છે. ક્યારેક નિક જોનાસની સાથે તો ક્યારેક દીકરી માલતીની સાથે પ્રિયંકા તસવીર શેર કરતી રહે છે. જો કે આ વચ્ચે પ્રિયંકાની એક તસવીર વાયરલ થઇ રહી છે જે જોઇને ફેન્સ હેરાન થઇ ગયા છે.
ગ્લોબલ સ્ટાર આ દિવસોમાં અપકમિંગ ફિલ્મ ‘ધ બ્લફ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. જો કે ફિલ્મના શૂટિંગ પરથી એક તસવીર વાયરલ થઇ રહી છે. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એનો આ ફોટો શેર કર્યો છે જેમાં એક્ટ્રેસના ગળામાં કટ દેખાઇ રહ્યો છે. પ્રિયંકાએ પોસ્ટમાં જણાવ્યું છે કે એક એક્શન સીકવેન્સના શૂટિંગ દરમિયાન આ ઇજા થઇ છે. પ્રિયંકાની આ લેટેસ્ટ તસવીર સામે આવ્યા પછી ફેન્સ ટેન્શનમાં આવી ગયા છે.
પ્રિયંકા ચોપરાએ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યુ છે કે- ‘ઓહ મેરી જોબ મેં પેશેવર ખતરા’. ફોટાની સાથે પ્રિયંકાએ કેપ્શન પણ બ્લફમાં લખ્યું છે જેના પરથી એ જાણ થાય છે કે જ્યારે ઇજા થઇ ત્યારે ધ બ્લફના એક સ્ટંટ સીનનું શૂટિંગ કરી રહી હતી. પ્રિયંકાના આ તસવીર ધડાધડ વાયરલ થઇ રહી છે.
આમ, તમને જણાવી દઇએ કે પ્રિયંકા ચોપરા એની ફિલ્મ સિટાડોલના સેટ પરથી ખરાબ રીતે ઘાયલ થઇ હતી. આ દરમિયાન કેટલીક તસવીરો સોશિયલ મિડીયામાં શેર કરી હતી જેમાં એના ચહેરા પર ઇજાના નિશાન છે અને એના હોઠ અને નાક પર લોહી જોવા મળી રહ્યું છે. પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો પીસી જલદી હોલિવૂડ ફિલ્મ હેડ ઓફ સ્ટેટમાં જોવા મળશે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.