બોટાદના કસાઈવાડામાં રેડ - At This Time

બોટાદના કસાઈવાડામાં રેડ


બોટાદના કસાઈવાડામાં રેડ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાને બાતમી મળેલ કે બોટાદ ખાટકી વાસમાં માસ મટન નો વેપાર ચાલી રહ્યો છે તેથી સામતભાઈ જેબલીયા એ તાબડતોબ નગરપાલિકાના આરોગ્ય વિભાગના માઢક ને જાણ કરતા નગરપાલિકા માંથી સેનેટરી ઈન્સપેકટર દેવેન્દ્રભાઈ પ્રજાપતિ, સેનેટરી ઈન્સપેકટર હાર્દિકભાઈ જોશી, શોપ ઈન્સપેકટર રાજુભાઈ ડેરૈયા દોડી આવેલ અને ગૌરક્ષાના અધ્યક્ષ ભાવેશબાપુ શુક્લ, ગૌરક્ષાના ઉપાધ્યક્ષ જસરાજદાસ ત્યાંગી, શનિદેવ મંદિરના મહંત જમનાદાસને સાથે લઈ બોટાદ કસાઈવાડામા રેડ કરી ચેકિંગ હાથ ધર્યુ હતુ. પરંતુ ત્યાં કોઈપણ જગ્યાએ માસ મટનનુ વેચાણ ચાલુ નહોતુ અને અગાઉ શ્રાવણ માસ શરૂ થયા પહેલા મામલતદારને કતલખાના બંધ રાખવામાં આવેદનપત્ર આપ્યુ હતુ.
ગૌરક્ષક સામતભાઈ જેબલીયા રૂબરૂ કસાઈવાડામાં જઈને બધાને જણાવેલ કે શ્રાવણ માસ દરમ્યાન કોઈએ અબોલ પશુઓની હત્યા કરી માસ મટનનં ુ વેચાણ ન કરવા કહેવામાં આવ્યુ હતુ. ત્યારથી કોઇ કસાઈએ અબોલ પશુઓની હત્યા નથી કરી કે માસ મટનનો વેપાર સંપૂર્ણ બંધ હતો.બોટાદમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી રહે છે અને એકબીજાના ધાર્મિક તહેવાર પ્રસંગે એકબીજાને સહયોગ આપે છે અને અગાઉ સામતભાઈ જેબલીયા અને કસાઈઓ દ્વારા બેઠક યોજાયેલી ત્યારે પણ બધા મુસ્લિમ બિરાદરો આગેવાનો કસાઈઓએ ખાત્રી આપેલ કે અમે કોઈ દિવસ ગૌહત્યા નહી કરવી અને ઈસ્લામ ધર્મના આગેવાનોએ જણાવેલ કે ઈસ્લામિક ધર્મમાં પણ ગૌહત્યા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. સખ્ત મનાઈ છે તો અમે ગૌહત્યા કેમ કરવી કોઈ દિવસ ગૌહત્યા ન કરવી તેમ બોટાદના મુસ્લીમ સમાજના આગેવાનો દ્રારા જણાવામાં આવ્યુ હતુ.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.