ધોરાજીની સરકારી હોસ્પિટલના ડો. રાજ બેરાએ ૧૦૦થી વધુ દર્દીઓના પગમાંથી કપાસી કાઢી આપી જસદણમા ધણા કપાસીના દર્દી છૅ કાર્યવાહી કરૉ
(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણ મા ઘણા કપાસીઓના દર્દી છે કાટો વાગવાથી થયેલ કપાસી થી પીડાતા હોય જસદણ સરકારી હોસ્પિટલના જવાબદારો દ્વારા કપાસી થી પીડાતા દર્દીઓને દર્દ મુક્ત કરવા લોકોએ માંગ ઉઠાવી છે. ધોરાજી સરકારી હોસ્પિટલની જેમ જસદણ ની સરકારી હોસ્પિટલે પહેલ કરવા જનતાએ માંગ ઉઠાવી છે ધોરાજીની સરકારી હોસ્પીટલના ડો. રાજ બેરા દ્વારા ૧૦૦ કરતા વધારે કપાસીઓ કાઢી મહિલાઓના કાન સાંધી આપીને અનેરી સેવા કરી છે. ધોરાજીની સરકારી હોસ્પીટલના સેવાભાવી ડોકટર રાજ બેરાએ ૮૦૦ થી વધુ દર્દીઓના પગમાં કપાસીઓ કાઢી આપી છે. તેમજ મહિલાઓના કાનની બુટીઓ સાંધીને અનેરી સેવાઓ કરેલ છે. આ તકે ડો. રાજ બેરાએ જણાવેલ કે અત્યાર સુધીમાં કાનની બુટીઓ અને કપાસી ૧૦૦ કરતા વધારે સફળતા પુર્વક કાઢેલ છે. ધોરાજી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ધોરાજીની સરકારી હોસ્પીટલનો લાભ લે છે. હોસ્પીટલની સેવાઓને લોકો બિરદાવી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.