પોરબંદર જીલ્લમાં ચાલતી ગેરકાયદેસર ખનિજ ચોરી જડપાઇ - At This Time

પોરબંદર જીલ્લમાં ચાલતી ગેરકાયદેસર ખનિજ ચોરી જડપાઇ


પોરબંદરની દરીયાઇપટ્ટીમાં ખૂબ વિશાળ પ્રમાણમાં બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનીજ મળી આવતું હોય, આવા ખનીજનુ ગેરકાયદેસર ખનન તથા ગેરકાયદેસર રીતે થતા ખનીજની હેરફેરને અટકાવવા કલેકટરશ્રી પોરબંદરની સુચના અને માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી પોરબંદર તથા તેમની ટીમ તેમજ મામલતદાર પોરબંદર(ગ્રામ્ય) તથા તેમની ટીમ દ્વારા સંયુક્ત રીતે તા.૧૩/૦૫/૨૦૨૪ના રોજ મોજે:-પાતા તા.જી.પોરબંદરના સીમ વિસ્તારમાં આવા ગેરકાયદેસર ચાલતા ખનન કાર્યને પકડી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સરકારી ખરાબામાં તદ્દન ગેરકાયદેસર ચાલતા સ્થળ ઉપર દરોડા પાડતા કુલ-૨ ટ્રેકટર તથા કુલ-૩ પથ્થર કટીંગ ચકરડી મશીન, તથા કુલ-૧ જનરેટર સહિતનો મુદ્દામાલ જત્પ જપ્ત કરવામાં આવેલ છે. તેમજ તા. ૧૪/૦૫/૨૦૨૪ના રોજ મોજે:-બળેજ તા.જી.પોરબંદરના સીમ વિસ્તારમાં બે અલગ-અલગ સ્થળો પરથી આવા ગેરકાયદેસર ચાલતા ખનન કાર્યને પકડી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સરકારી ખરાબામાં તદ્દન ગેરકાયદેસર ચાલતા બે અલગ-અલગ સ્થળો ઉપર દરોડા પાડતા કુલ-૧૧ પથ્થર કટીંગ ચકરડી મશીન, ૨- ટ્રેકટર, ૧-ટ્ર્ક, ૧-જનરેટર સહિતનો મુદ્દામાલ જ્પ્ત કરવામાં આવેલ છે. તેમજ પ્રાંત અધિકારીશ્રી પોરબંદરની દેખરેખ હેઠળ મામલતદારશ્રી પોરબંદર ગ્રામ્ય તથા તેમની ટીમ દ્વારા તા.૦૨/૦૫/૨૦૨૪ના રોજ મોજે:-ખાંભોદર તા.જી.પોરબંદર કોબલીય સીમ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા માટીના ખનન કાર્યને પકડી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં તદન ગેરકાયદેસર ચાલતા મટીના ખનનના સ્થળ પર દરોડા પાડતા મોજે: ખાંભોદર ખાતેથી કુલ-૧ હિટાચી મશીન તથા ૨- ટ્રેકટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. આમ ઉક્ત તમામ મુદ્દામાલ મળીને અંદાજે રકમ રૂ. ૯૦, લાખથી થી રૂ.૧, કરોડનો મુદામાલ જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી માટે ખાણ ખનીજ ખાતાને સોંપવામાં આવેલ છે. ઉપરાંત માપણીની પ્રક્રિયા પણ ચાલુ હોય પૂર્ણ થયા બાદ જે તથ્યો ખુલશે તે મુજબ આગળની કડક શિક્ષાત્મક તથા દંડનીય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત આવી ગેરકાયદે ખનનની પ્રવૃતિ પર અંકુશ લાવવા માટે આ પ્રકારની કાર્યવાહી આગળ ઉપર પણ કરવામાં આવનાર છે તેમ નાયબ કલેકટરશ્રી પોરબંદરની યાદીમાં જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.