વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિને આર્યસમાજ દ્વારા હાલ પૂરતો સબપેટી રાખવા રૂમ ફાળવાયો - At This Time

વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિને આર્યસમાજ દ્વારા હાલ પૂરતો સબપેટી રાખવા રૂમ ફાળવાયો


વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિને આર્યસમાજ દ્વારા હાલ પૂરતો સબપેટી રાખવા રૂમ ફાળવાયોવિસાવદર શહેરની ગણપતિ ઉત્સવ સમિતિ નામની સંસ્થાના સતત સેવા કાર્યો જોઈ ઇશ્વરીય મદદ મળી રહેતી હોય અને ગણપતિ દાદાના આશીર્વાદથી સતત લોકોની તથા જરૂરિયાત મંદોની સેવા કરવાનો ભગીરથ પ્રયાસ ગણપતિ ઉત્સવ સમિતિ તથા તેના સભ્યો દ્વારા કરવામાં આવતા હોય જેમાં જરૂરિયાત મંદોને રાશનકીટ, ટિફિન સેવા,તહેવારોમાં મીઠાઈ,શિયાળામાં ગરમ કપડાં,રક્તદાન અને આરોગ્ય કેમ્પો ઉપરાંત ખાપણ કાટિયાની સમગ્ર કીટ અને મેડિકલના જરૂરી તમામ સાધનોની વિનામૂલ્યે સેવા પૂરી પાડવામાં આવે છે ઉપરાત સમગ્ર વિસાવદર પંથકમાં શબવાહીનીની જરૂરિયાત હતી તે જરૂરિયાત દાતાઓના સહયોગથી કરી શબવાહીનીની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત વિસાવદર શહેર તથા તાલુકાની જનતા માટે રતાંગ ગામના સુમિતબાગ તરફથી શબ પેટીની સુવિધા ગણપતિ ઉત્સવ સમિતિને કરી આપતા આ સબપેટીની સુવિધા વિનામુલ્યે પુરી કરવામાં આવે છે.તાજેતરમાં આ સેવાકાર્યોથી પ્રેરાઈને સાંસદ સભ્ય રાજેશ ભાઈ ચુડાસમા,જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠીયા,પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ ભાલાળા,
માજી ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા, તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ રિબડીયા,તથા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ કાવાણી,શહેરના પૂર્વ ભાજપ પ્રમુખ અને પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ ધનશ્યામભાઈ ડોબરીયા સહિતના લોકો દ્વારા પ્રશશાપત્રો પણ પાઠવવામાં આવેલ છે.વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ પાસે હાલ આ સબપેટી રાખવા માટે કોઈ જગ્યા ન હોય તેથી વિસાવદર આર્યસમાજ નામની સંસ્થા ચલાવતા ચંદ્રવદન ભાઈ ચૌહાણ તથા સતત સેવા કાર્યો કરતા આજ સંસ્થાના સુધીરભાઈ ચૌહાણ ને આ હકીકત ધ્યાને આવતા આજરોજ આર્યસમાજ ખાતે આયોજિત નેત્ર નિદાન કેમ્પમાં ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ સુરેશભાઈ સાદરાણી ને બોલાવી હાલ પૂરતી બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ગણપતિ ઉત્સવ સમિતિને એક રૂમ કોઈપણ જાતના ભાડા વગર વિનામુલ્યે સબપેટી રાખવા માટે કાઢી આપી ચાવી આપતા હાજર તમામ વ્યક્તિઓએ તાળીઓ સાથે આ સેવા કાર્યને બિરદાવેલ હતું.આ પ્રસંગે મહેસ પરી બાપુ ભોલેનાથ પણ આ સેવાકાર્યમાં જોડાયેલા હતા

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.